ઉમરગામની ચંદન સ્ટીલ લિમિટેડ કંપનીમાં પ્રસ્તાવિત પ્રોજેકટની લોક સુનાવણી યોજાઈ

ઉમરગામ GIDC-દહેરી સ્થિત ચંદન સ્ટીલ લિમિટેડ કંપનીએ પોતાના પ્લાન્ટનું વિસ્તરણ કરવાની યોજના અમલમાં મૂકી છે. જે અંતર્ગત શુક્રવારે 2 ઓગસ્ટ 2024ને 11:00 કલાકે મેસર્સ ચંદન સ્ટીલ (યુનિટ-7),પ્લોટ નં.142 જીઆઈડીસી ઈન્ડસ્ટ્રીયલ એરીયા, ઉમરગામ, ખાતે લોક સુનાવણી યોજાઇ હતી.આ સુણવણીમાં આસપાસના ગામલોકોએ હવા, પાણી અને જમીનના પ્રદુષણ અંગે પોતાના વાંધા સૂચનો રજૂ કર્યા હતાં. જેને ઉપસ્થિત વલસાડ કલેકટર અનસૂયા ઝા અને GPCB સરીગામ અધિકારી એ.ઓ.ત્રિવેદીએ સાંભળી તમામ પ્રશ્નનોનું નિરાકરણ લાવી પ્લાન્ટનું વિસ્તરણ કરવા સૂચના આપી હતી.

લોક સુનાવણીમાં કંપનીના MD સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતાં. જેઓ દ્વારા ગામલોકોની જે પણ વાંધા અરજીઓ છે.તેના પર યોગ્ય પગલાં લઈ અદ્યતન સામગ્રીનો ઉપયોગ કરી તમામ વાંધા અરજીઓ મુજબ જે તે સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે તેવી ખાતરી હતી.

કલેક્ટર વલસાડ દ્વારા ઉપસ્થિત ગ્રામજનોને સાંભળી તે અંગે કંપની નિરાકરણ લાવે અને એ માટે અધિકારીઓ સાથે સ્થળ નિરીક્ષણ,સેમ્પલ કલેક્ટ કરવા સહિતની કામગીરી કરવા ખાતરી આપી હતી.લોક સુનવણીમાં આસપાસના ગામલોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. તેમજ UIAના ઉદ્યોગકારો,રાજકીય અગ્રણીઓ,ધારાસભ્ય પણ ઉપસ્થિત રહી વાંધા અરજીઓ છે તેના નિરાકરણ બાદ પ્લાન્ટનું વિસ્તરણ કરવા કલેકટરે સૂચના આપી હતી.

ઉલ્લેખનીય છે કે, મેસર્સ ચંદન સ્ટીલ (યુનિટ-6) દ્વારા સર્વે નં.102/3, P1, P2, P3, P4, 2208, ગામ દેહરી, તા. ઉમરગામ, જી.વલસાડ ખાતે પ્રસ્તાવિત ‘મેટલર્જિકલ ઈન્ડસ્ટ્રીઝ’-(1) એસએસ રાઉન્ડ બાર્સ, એંગલ્સ અને ચેનલ્સ માટે રોલીંગ મીલ- 36,000 MTPAથી 60,000 MTPA,(2) એસએસ રાઉન્ડ બાર્સ, એંગલ્સ અને ચેનલ્સ માટે ક્લિન્ડ રોલ્ડ – 36,000 MTPAથી 60,000 MTPA,(3) સ્ટેનલેસ સ્ટીલ બિલેટ્સ (ઈગોટ્સ) – 2,40000 MTPA અને (4) પિગ એલોક કેક – 6000 MTPAના વિસ્તરણ માટેની પરીયોજના પ્રોજેક્ટ કેટેગરી ‘એ’ અંતર્ગત તેઓની અરજી અન્વયે પર્યાવરણીય લોક સુનાવણી આયોજીત કરવામાં આવી હતી.

વાપીથી આલમ શેખનો રીપોર્ટ

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 5 / 5. Vote count: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *