બજાર ખાલી જોવા મળતાં દુકાદારો થયાં નિરાશ
મહીંસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના મલેકપુર બજારમાં અવનવી દશામાની મૂર્તિઓનનુ આગમન જોવા મળ્યું હતું. જયારે દશામાના વ્રતના હવે ગણતરીના કલાકો બાકી હોવા છતાં ગ્રાહકો જોવા ન મળતાં દુકાનદારોમાં નિરાશ ફેલાઈ હતી.આગામી ચાર ઓગસ્ટના દિવસે મા દશામાના વ્રતનો પ્રારંભ થઇ રહ્યો છે.ત્યારે મલેકપુર બજારમાં આવેલ વિવિધ દુકાનોમા દશામાની અવનવી મુર્તિઓનું આગમન થયું હતું.
ગત વર્ષે કરતાં આ વર્ષે પણ માં દશામાની મૂર્તિના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.જોકે હવે વ્રતના ગણતરીના કલાકો બાકી ત્યારે મલેકપુર બજારમાં સુમસામ નજારો બનતા માં દશામાની મૂર્તિના વિક્રેતાઓમાં નિરાશા જોવા મળી હતી.જયારે દુકાનદારોના જણાવ્યા અનુસાર સ્થાપનના દીવસે ભક્તોની ભીડ ઉમટી પડશે તેવી આશા વ્યક્ત કરી રહ્યાં છે.જયારે હાલ બજારમાં 151 રુપિયાથી માંડીને 3551 રુપિયા સૂધીની મૂર્તિઓનુ વેચાણ થતું જોવા મળી રહ્યું છે.
મહીસાગરથી ભીખાભાઇ ખાંટનો રીપોર્ટ