પંચમહાલ પોલીસ વિભાગના બે PSIને મળ્યુ PI તરીકે પ્રમોશન,પાઈપીંગ સેરેમની યોજાઈ


પંચમહાલ પોલીસ વિભાગમા ફરજ બજાવતા બે પીએસઆઈ કક્ષાના અધિકારીઓને પીઆઈ તરીકે પ્રમોશન મળતા ગોધરા પોલીસ અધિક્ષક કચેરી ખાતે પાઈપીંગ સેરેમની યોજાઈ હતી.

ગુજરાત પોલીસ વિભાગમા ફરજ બજાવતા 233 જેટલા પીએસઆઈ કક્ષાના અધિકારીઓને પીઆઈ તરીકે પ્રમોશન આપવામા આવ્યુ છે. પંચમહાલ જીલ્લામા પંચમહાલ પોલીસમા ફરજ બજાવતા બે પોલીસ અધિકારીઓને પણ પ્રમોશન મળ્યુ છે.પચમહાલ પોલીસ વિભાગમા ફરજ બજાવતા મંયકકુમાર મગનસિંહ ઠાકોર અને મહોબતસિંહ કાલુજી માલવિયાને પ્રમોશન મળ્યુ છે. પંચમહાલ પોલીસ અધિક્ષકની કચેરી ખાતે આ પોલીસ અધિકારીઓની પાઈપીંગ સેરેમની રાખવામાં આવી હતી. અને તેમને શુભેચ્છાઓ પાઠવામા આવી હતી.પંચમહાલ જીલ્લા રેન્જ આઈજી આર.વી.અસારી તેમજ મહિસાગર જીલ્લા પોલીસવડા જયદિપસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.

પંચમહાલથી વિજયસિંહ સોલંકીનો રીપોર્ટ

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *