ફોરેસ્ટ ગાર્ડના પરિણામની ગેરરીતિઓ બાબતે આપના નેતા પ્રવિણ રામની પ્રતિક્રિયા આપતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.જેમાં તેઓએ જણાવ્યુ છે કે, ફોરેસ્ટ ગાર્ડના પરિણામમાં કોઈ પણ વિદ્યાર્થીના માર્ક્સ જાહેર કર્યા વિના સીધા જ પરિણામ જાહેર કરતાં જ વિરોધ ઉભો થયો છે. રીસિપ્ટ સીટ નંબર 1009858વાળા વિદ્યાર્થીએ આક્ષેપ કર્યો છે કે જ્યારે તે પરીક્ષા આપવા ગયો હતો ત્યારે, આજુ બાજુ બંને સીટ ખાલી હતી , જેનો સીધો મતલબ થાય છે કે તે વિદ્યાર્થીઓ પરિક્ષા આપવા જ નહોતાં આવ્યાં.
તેમ છતાં 1009857વાળા વિધાર્થીનું સિલેકશન લિસ્ટમાં નામ કઈ રીતે આવ્યું? જેની તપાસ કરવા માટે આપના નેતા પ્રવીણ રામે માંગણી કરી છે.હરવખતે ફિઝિકલ ટેસ્ટ માટે 40 થી 45 ગણા વિદ્યાર્થીઓને પાસ કરવાની જગ્યાએ માત્ર 8 ગણા વિદ્યાર્થીઓને પાસ કરાતા વિરોધ કરવામાં આવ્યો છે. જેથીતાત્કાલિક ધોરણે તમામે તમામ વિદ્યાર્થીઓના માર્ક્સ જાહેર કરવામાં આવે, CBRT દૂર કરવામા આવે, 40થી45 ગણા વિધાર્થિઓને પાસ કરવામાં આવે, આ તમામ માંગણીઓને લઈને સરકાર સમક્ષ રજૂઆત કરી વિદ્યાર્થીઓની માંગણીઓનું નિરાકરણ નહીં આવે તો સરકાર સામે બાયો ચડાવવાની પ્રવીણ રામે ચીમકી ઉચ્ચારી છે.
ગીર સોમનાથથી મહેશ ડોડીયાનો રીપોર્ટ