સંઘપ્રદેશ દમણની એક કંપનીમાં કામ કરતો ગુજરાત હદમાં આવેલા મોહન ગામમા રહેતો જયેશ ગજુ હળપતિ રાબેતા મુજબ રાતે કામ પરથી પોતાના ઘરે જઈ રહ્યો હતો. ત્યારે કચીગામ પાસે ઈકો અને સ્વિફ્ટ કારમાં ફિલ્મી ઢબે આવેલ બુટલેગર અને તેના સાગરીતોએ અગાઉની અંગત અદાવતમાં જયેશને ઢોર માર મારી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ગંભીર રીતે ઈજા પામેલા જયેશને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે મોટી દમણની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેને માથાના ભાગે 3 જેટલા ટાંકા આવ્યા હતા. જ્યારે શરીર પર ઈજાઓ પહોંચવા પામી હતી. ઇજાગ્રસ્ત યુવાને આ કાર્ય તેના જ ગામમાં રહેતો કિસ્મત હળપતિ નામના બુટલેગરે કરી હોવાનું જણાવ્યું હતું. ઘટનાને પગલે દમણ પોલીસને બનાવ અંગેની જાણ થતાં આ મામલે પોલીસે જરૂરી તપાસ કાર્ય કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ