મહિસાગર જીલ્લા પોલીસ દ્વારા મિલ્કત સબંધી/વાહન ચોરી ગુન્હા શોધી કાઢવા સુચના આપવામાં આવી હતી. જેના પગલે નાયબ પોલીસ અધિક્ષક કમલેશ વસાવાના માર્ગદર્શન ફેઠળ તથા પો.ઇન્સ એ.એન.નિનામાની સુચના મુજબ મિલ્કત સંબંધી/વાહન ચોરી ગુન્હા શોધી કાઢવા સારૂ સુચના કરી હતી.જે અંતર્ગત બાલાસિનોર ટાઉન પોસ્ટ ખાતે પીઆઈ એ.એન.નિનામા તેમની ટીમ પોલીસ સ્ટાફના માણસો સાથે બાલાસિનોર ઢગવા નાકા ઉપર વાહન ચેકીંગમાં ઉભા હતા. તે દરમ્યાન એક બ્લેક કલરનું બાઇક ઉભું રાખવામાં આવ્યું હતું, જેની ઉપર શંકા જતા તેને પોકેટકોપ મોબાઈલથી સર્ચ કરતા બાઇક બાલાસિનોર ટાઉનમાંથી ચોરાઇ હોવાનું જાણવા મળ્યું હતું. જેથી નામ કામ પુછતા મિથુન દશરથભાઈ ભોઇ મુળ રહે.રામ પ્રેમચંદપુરા, તા.બાલાસિનોર જી.મહીસાગરનો હોવાનું જણાવ્યુ હતુ.આ આપેલી જુબાનીને ધ્યાને લઇ બાલાસિનોર પોલીસે મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહીસાગરથી ભીખાભાઇ ખાંટનો રીપોર્ટ