ફરાબાદના ટીંબી ગામે આવેલી ઉમિયા સ્ટીલની પાછળ રહેતા મૌલિક ભીખાભાઈ પંડ્યા ઉંમર વર્ષ 19 જેમણે કોઇ અગમ્ય કારણોસર પોતાના જ ઘરે ઓશરીમાં હુંક સાથે દોરડું બાંધી ગળા ફાંસો ખાઇ લેતાં યુવકનું મોત નિપજ્યું હતું. આ ઘટનાની જાણ પરિવાર અને ગ્રામજનોને જાણ થતાં જ તેઓ ઘટના સ્થળે ઊભી શ્વાસે દોડી આવીને જોયું તો ગામલોકોનું ટોળું જોઈ પરિવારાનો જીવ તાળવે ચોંટી જતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.સમગ્ર ઘટનનાની જાણ નાગેશ્રી પોલીસને જાણ થતા જ ઘટના સ્થળે પહોંચી યુવકની ડેડબોડીને જાફરાબાદ સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
અમરેલીથી વીરજી શિયાળનો રીપોર્ટ