ગુજરાત રાજ્યના નાણામંત્રીના ગામમાં નિર્માણાધિન પુલનો પીલ્લર ધબાય નમઃ …!

એક પિલ્લર ઉખડીને બીજા પિલ્લર પર અટકી પડતાં કોન્ટ્રાક્ટરની બેદરકારી પર સવાલ…!

ગુજરાત રાજ્યના નાણામંત્રી કનુભાઈ મોહનભાઈ દેસાઈના ગામ ઉમરસાડી દેસાઈવાડમાં દરીયાઈ ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે તૈયાર‌ થઈ રહેલ બ્રિજનો એક પીલ્લર જમીનમાંથી ઉખડી જતા અચરજ ફેલાયું છે. ઉમરસાડી દેસાઈવાડ સ્મશાનભૂમિ અને 66kv પાવરહાઉસની વચ્ચેથી બનાવવામાં આવી રહેલા બ્રિજ અંદાજીત સાડા નવ કરોડના ખર્ચે બની રહેલા આ બ્રિજના પિલ્લરની આ દશા જોિને તંત્રની કામગીરી અંગે શંકા ઉભી કરી છે કે, બ્રિજનું કામ કેટલું મજબૂત હશે? કે ભરચોમાસે પત્તાનો મહેલ ધરાશાયી થાય તે રીતે તેનો એક પીલ્લર જમીનમાંથી જ ફસકી ગયો છે. પારડી તાલુકાના ઉમરસાડી ગામમાં બ્રિજ નિર્માણના આ પિલરની આ દુર્દશા જોઈ વિપક્ષ ભાજપ રાજમાં ભ્રષ્ટાચાર છાપરે ચઢીને પોકારી રહ્યો છે. તેનો આ ઉત્તમ નમૂનો હોવાનું જણાવી આ ઘટનામાં કોઈ દોષી પુરવાર થશે નહીં. કારણ કે આવા દોષી લોકોના પાર્ટી ફંડના કારણે જ ભાજપ આજે મજબૂત બન્યું છે. તેવા રાગ અલાપી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે પારડીના ઉમરસાડી દેસાઈવાડથી દરિયા કિનારા તરફ આવાગમન સરળ બનાવવા આ બ્રિજ નિર્માણની કામગીરી હાથ ધરી હતી. જે પૂર્ણ થાય એ પહેલાં બ્રિજના પિલ્લરો નીચેની માટી ધોવાઈ જતા પિલ્લર બીજા પિલ્લર પર જઈ પડ્યો અને અટકી પડતાં તેની દુર્દશા જોવા મળી છે.જોકે આ બ્રિજ એવી જગ્યા પર બની રહ્યો છે. જ્યાં માટીનું સતત ધોવાણ થયું છે. જેથી કામ કરનાર કોન્ટ્રાક્ટરની મુર્ખામી દેખાઈ આવતાં ઘટનાથી અનેક સવાલો ઉઠ્યાં છે.

વાપીથી આલમ શેખનો રીપોર્ટ

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *