વહેલી સવારથી જ દેશવિદેશથી પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શિવ ભક્તો શિવ નામનું રટણ કરતા સોમનાથ મહાદેવના દર્શનનો લ્હાવો માણવા લાંંબી કતારો લાગી ગયેલી જોવા મળી હતી. મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોને મંદિરમાં આવવા જવામાં તકલીફ અને ગુમળામણ ના ઉભી થાયે તેના માટે અંદર આવવા અને બહાર જવા માટેની અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સાથે કોઇ ભક્તોને ઓનલાઇન દર્શન ઘરે બેઠા કરવા હોય તો, તેના માટે 25 રુપિયામાં WWW.somanath. વેબસાઇટ પરથી દર્શન કરવાની અને 25 રુપિયામાં ભક્તો મહા મૃત્યુંજય યજ્ઞ કરી શકે તેના માટે પણ અલગ વ્યવસ્થા કરવામાં આવી હતી. સવારે 04:00 વાગ્યાથી લઇને 10:00 વાગ્યા સુધી એટલે કે 6 કલાક દરમિયાન 20,000 જેટલા દર્શનાર્થીઓએ સોમનાથ મહાદેવના દર્શને ઉમટ્યાં હતાં જેમને મહાદેવની પાલખી યાત્રાનો લ્હાવો માણવા મળ્યો હતો.”હરહર મહાદેવ,બમબમ ભોલે” ના નાદથી પ્રભાસ તીર્થ ગુંજી ઉઠ્યું હતું. આ સમગ્ર દર્શનનો લ્હાવો માણવા મોટી સંખ્યામાં શિવ ભક્તોનું ઘોડાપુર સોમનાથ મંદિરે ઉમટ્યું હતું.
દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ મહિનાનો ભવ્યાતિભવ્ય પ્રારંભ થયો છે. શ્રાવણનો પ્રથમ દિવસે જ સોમવાર હોય સોમનાથ મંદિર પરિસરમાં મહાદેવના દર્શન કરવા દેશભરમાંથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. શ્રાવણના પ્રથમ સોમવારે જ અભૂતપૂર્વ સંખ્યામાં ભક્તો ઉમટતા ભક્તોનો મહાસાગર જોવા મળ્યો હતો. શિવજીની આરાધનાના મહા પર્વ એવા શ્રાવણ માસના પવિત્ર સોમવારે સોમનાથ મહાદેવના દર્શન કરી ભક્તિનું ભાથું બાંધવા દેશ-વિદેશના શ્રદ્ધાળુઓ સોમનાથ પહોંચ્યા છે. વેહલી સવારથી જ ભાવિકોનો પ્રવાહ અવિરતપણે સોમનાથ મંદિરમાં શરૂ રહ્યો હતો. સવારે 04 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 20,000 જેટલા ભાવિકોએ સોમનાથ દાદાના દર્શન કર્યા છે.
સોમનાથ ટ્રસ્ટ તરફથી ટ્રસ્ટી જે.ડી.પરમારના હસ્તે 30 દિવસે અવિરત મહામૃત્યુંજય યજ્ઞનો પ્રારંભ કરાવવામાં આવ્યો, તેમજ શ્રાવણની પ્રથમ ધ્વજાનું પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમની સાથે જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, એક્ઝિક્યુટિવ ઓફિસર દિલીપ ચાવડા સહિત ટ્રસ્ટ પરિવાર જોડાયો હતો.સોમનાથ તીર્થની પ્રણાલિકા અનુસાર સવારે સોમનાથ મહાદેવની પ્રતિકૃતિ સ્વરૂપે મંદિર પરિસરમાં પાલખી યાત્રા કાઢવામાં આવી હતી જેમાં હજારો ભક્તો જોડાઇ દર્શનનો લ્હાવો લીધો હતો.
ગીર સોમનાથથી મહેશ ડોડીયાનો રીપોર્ટ