જીવન વીમા અને હેલ્થ ઈન્સ્યોરન્સની પ્રોડકટ ઉપર 18% G.S.T. નાબુદ કરવા ગ્રાહક સુરક્ષા સમિતિની માંગ

10 કરોડથી વધુ અસંગઠિત નિર્દોષ લાભાર્થી પોલીસી ધારક ગ્રાહકોના જાહેર હિત માટે જીવન વીમા અને હેલ્થ જીવન વીમાં પોલીસી ધારકો જોડાયેલાં છે .ત્યારે જીવન વિમા ઈન્સ્યોરન્સની પ્રોડકટ ઉપર 18% નો G.S.T. થોબી દેવામાં આવતાં સરકારની તિજોરી છલકાવવામાં અને ગ્રાહકોના પૈસા ખાલી થવામાં વાર ન લાગતાં ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતીના પ્રમુખ મુકેશ પરીખે 18% નો G.S.T. હટાવવા માંગ કરી છે.

આપેલી અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે જાહેર ક્ષેત્રની ચાર વીમા કંપનીઓ ન્યુ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ, નેશનલ ઈન્સ્યોરન્સ, ઓરીએન્ટલ ઈન્સ્યોરન્સ અને યુનાઈટેડ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ સહિતની ખાનગી ક્ષેત્રની તમામ વીમા કંપનીઓના હેલ્થ ઈન્સ્યોરન્સના પ્રિમીયમ અને જીવન વીમાના પ્રિમીયમમમાં બેફામ અને બેરોકટોક ભાવ વધારો થાય છે. સરકાર અને ઈરડાનું બીલકુલ નિયમન નથી અને વીમા કંપનીઓની મનમાની આપ ખુદ શાહીથી દેશના કરોડો અસંગઠિત પોલીસી ધારકનું ઘાતકી આર્થિક શોષણ થાય છે. વીમા કંપનીઓના પ્રિમીયમો જેમ જેમ વધે છે તેમ તેમ 18%ની ઉંચી G.S.T.ના કારણે સરકારની તિજોરી છલકાતી રહે છે. અત્યારે એક પરિવારના હેલ્થ ઈન્સ્યોરન્સની પ્રોડકટ મેળવવા રુ. 50,000/- થી રુ. 70,000/-સુધીના બે શરમ રાક્ષસી પ્રિમિયમો છે.

તાજેતરમાં જ કેન્દ્રીય કેબીનેટ મંત્રી નિતિન ગડકરીએ માનનીય નાણામંત્રી નિર્મલા સીતારમનને પત્ર પાઠવીને હેલ્થ ઈન્સ્યોરન્સ અને જીવન વીમાની પ્રોડકટ ઉપરનો 18% G.S.T. હટાવવા યોગ્ય માંગણી કરી છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ G.S.T. હટાવવા માંગણી કરી છે. ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિની શરૂઆતથી જ સર્વપ્રથમ માંગણી છે કે, જીવનની અનિશ્ચિતતા સામે તેમજ માંદગીની સારવારના મેડીકલ ખર્ચા પરત મેળવવાની હેલ્થ ઈન્સ્યોરન્સની પ્રોડકટ ઉપર અને જીવન વીમાની પ્રોડકટ ઉપર 18% G.S.T. સંપૂર્ણ અયોગ્ય છે. સરકારનો આર્થિક આતંકવાદ હોવાની લોક લાગણી વ્યાપક વધતી જાય છે, જે અમારા માટે દુઃખદ અને આઘાતજનક છે. સરકાર એકબાજુ ગરીબ લોકોને આયુષ્યમાન ભારતની સ્કિમ બહાર પાડી રુ. ૫ લાખ સુધીના મેડીકલ ખર્ચાઓ ચૂકવે છે. ત્યારે મધ્યમ વર્ગની વ્યક્તિ જે સરકારની કોઈ સીધી સહાય મળતી નથી તેઓને હેલ્થ ઈન્સ્યોરન્સની પ્રોડકટ લેવા બેફામ ઉંચા પ્રિમીયમો દર વર્ષે નિયમિત ચૂકવવા પડે છે. જીવનભર મોટી રકમના લાખો રૂપિયાના પ્રિમીયમો સતત ચૂકવવા પડે છે. તેઓના હિતમાં વિમા કંપનીઓના પ્રિમીયમો ઉપર યોગ્ય નિયમન હોવું જોઈએ તેમજ સરકારે જી.એસ.ટી. નાબુદ કરીને રાહત આપવી જોઈએ. સરકારની લોકપ્રિયતામાં ચાર ચાંદ લાગશે. સરકારે મધ્યમ વર્ગને રાહત આપવા અસરકારક યોગ્ય પગલા ભરવા માંગ કરી છે.

અમદાવાદથી રવિ બાકોલાનો રીપોર્ટ

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 1 / 5. Vote count: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *