સંઘપ્રદેશ દમણનાં મોટી દમણ ફૂટબોલ ગ્રાઉન્ડ પાસે વીજ વિભાગના ફિડરમાં આજરોજ સાંજે અચાનક શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાનો બનાવ સર્જવા પામ્યો હતો. ફીડરમાં અચાનક કાળો ધુમાડો બહાર ઊડ્યા બાદ શોર્ટ સર્કિટ થતાની સાથે જ આગ લાગવા પામી હતી.
બનાવની જાણ તુરંત દમણ વીજ વિભાગના ટેકનિકલ કર્મચારીઓની સાથે દમણ ફાયર વિભાગની ટીમને જાણ કરતા જ તુરંત વીજ વિભાગના કર્મચારીઓ જગ્યા સ્થળ પર દોડી આવ્યા હતા. અને વીજ પ્રવાહ ને બંધ કરવાની કામગીરી કરી હતી. આ તરફ મોટી દમણ ફાયર વિભાગની ટીમ પણ તુરંત જગ્યા સ્થળ પર આવી પાણીનો મારો ચલાવી ફીડરમાં લાગેલી આગને કાબૂમાં લીધી હતી. સદનસીબે આગ મોટી ન હોવાને કારણે મોટું નુકશાન થવા પામ્યું ન હતું. જો કે, ફીડરમાં આગ લાગતાં આ વિસ્તારનો વીજ પ્રવાહ ખોરવાઈ જવા પામ્યો હતો. અને લોકોના ઘરો અને દુકાનોમાં કલાકો સુધી અંધારપટ છવાઇ ગયો હતો.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ