નવા વલ્લભપુર ગામે દવાખાનુ ચલાવતો નકલી મુન્નાભાઈ MBBS એસઓજી પોલીસના હાથે ઝડપાયો

શહેરા તાલુકાના નવા વલ્લભપુર ગામ ખાતેથી ડીગ્રી વગર ગેરકાયદેસર દવાખાનું ચલાવતા એક બોગસ ડોક્ટર ઝડપાયો છે. પંચમહાલ જિલ્લાના શહેરી વિસ્તારમાં માન્ય ડિગ્રી વગર ગેરકાયદે રીતે દવાખાનું ખોલી અને બોગસ ડોક્ટર લોકોની સારવાર કરી રહ્યો હોવાની બાતમી ગોધરા એસ.ઓ.જી.શાખાના અધિકારીઓ અને શહેરા તાલુકાના મેડિકલ ઓફિસરની ટીમને મળી હતી. જે બાતમીના આધારે ડિગ્રી વગર ગેરકાયદેસર દવાખાનું ચલાવતા એક તબીબને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પંચમહાલ જિલ્લાના ગ્રામ્ય અને શહેરી પંથકના વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ડિગ્રી વગરના બોગસ તબીબ બિન્દાસપણે પ્રેક્ટીસ કરી રહ્યાં હતા.કોઇપણ જાતની ડિગ્રી કે તબીબી અનુભવ વગરના આવા લેભાગુ તત્વો અંતરિયાળ અને શેહરી વિસ્તારમાં દવાખાનું ખોલી લોકોની સારવાર પણ કરી રહ્યાં હોવાની અવારનવાર લોક રજૂઆતો પણ ઉઠી હતી. પંચમહાલ જિલ્લાના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાએ પંચમહાલ જીલ્લામા માન્યતા પ્રાપ્ત ડીગ્રી વગર દવાખાનુ ખોલી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોય તેવા ઇસમો વિરૂધ્ધ કાયદેસર કરવા માટે જરૂરી સુચનાઓ એસ.ઓ.જી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એ.પટેલને જરૂરી સુચના આપી હતી.જે સુચના આધારે પંચમહાલ એસ.ઓ.જી.શાખાની અલગ અલગ ટીમો બનાવી પોલીસ સબ ઇન્સ્પેકટર આર.એન.પટેલ તથા પોલીસ સબ ઇન્સ્પેકટર ડી.જી.વહોનીયા તથા એસ.ઓ.જી. સ્ટાફ મેડીકલ ઓફીસરની ટીમને સાથે રાખી શહેરા તાલુકાના નવા વલ્લભપુર ગામે માછી ફળીયામાં કોઇપણ જાતની માન્યતા પ્રાપ્ત ડીગ્રી વગર દવાખાનુ ચલાવતા તાપન સદાનદભાઈ સરકાર રહે.બનગાવ તા.બનગાવ જી.નોર્થ ચોવીસ પરગણા,જેઓ પશ્ચિમ બંગાળના પાસેથી એલોપેથીક દવાઓ તથા મેડીકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ મળી કિ.રૂા.29,696/-ના મુદ્દામાલ શહેરા પોલીસે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પંચમહાલથી વિજયસિંહ સોલંકીનો રીપોર્ટ

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *