આજરોજ મહીસાગર જીલ્લાની બાલાસિનોર વિદ્યા મંડળ સંચાલિત શ્રી વાળાસીનોર શ્રી કેળવણી મંડળ કોલેજ દ્વારા “માનસિક આરોગ્યની હોસ્પિટલ વડોદરા” ખાતે રૂબરૂ મુલાકાત ઓરીએન્ટેશન વિઝિટનું આયોજન કરવામાં આવ્યું હતું.
![](https://www.thepov.in/wp-content/uploads/2024/08/IMG-20240807-WA0127-1024x768.jpg)
આ વિઝિટ દરમિયાન વિદ્યાર્થીઓને ત્યાંના અનેક વિભાગોમાં રૂબરૂ મુલાકાત કરવામાં આવી હતી. જેમાં રજીસ્ટ્રેશન વિભાગ, લેબોરેટરી વિભાગ, ઓપન હોમ પુરુષ વિભાગ, મહિલા વિભાગ, ઓક્યુપેશન થેરાપી વિભાગ જેવા વિવિધ વિભાગોની મુલાકાત વિદ્યાર્થીઓએ લીધી હતી.આમ એક પછી એક વિભાગો બતાવીને વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યું હતું કે માનસિક આરોગ્ય વિભાગોનું કામ શું હોય છે? તેમાં સમાજ કાર્યકરની ભૂમિકા શું હોય છે? માનસિક રીતે નબળું વ્યક્તિ અથવા દર્દી તમને સમાજમાં મળી જાય તો તમે શું કરશો ? જેવી અનેક બાબતોથી વિદ્યાર્થિઓને માહિતગાર કરવામાં આવ્યાં હતાં. આ કાર્યક્રમનું સંચાલન એમ.એસ.ડબલ્યુ વિભાગના ફેકલ્ટી મેમ્બર દ્વારા કરવામાં આવ્યું હતું. આ વિઝિટમાં પ્રો. તૃષાબેન બારોટ, હેમાલીબેન પટેલ અને વિભાગ અધ્યક્ષ પ્રૉ.હર્ષદભાઈ સોલંકીની સાથે msw સેમ 1 અને સેમ 3ના વિદ્યાર્થીઓ જોડાયાં હતાં.
બાલાસિનોરથી અરવિંદ રાવળનો રીપોર્ટ