તાજેતરમાં શ્રીવાડાસીનોર શ્રી કેળવણી મંડળ MSW કોલેજમાં નારી વંદના સપ્તાહ અંતર્ગત મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.આ દિન નિમિત્તે વિદ્યાર્થીઓને અભ્યાસને અનુરુપ જરુરી માહિતી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમના વક્તા તરીકે પ્રોફેસર શિવાનીબેન કંસારા ,હેમાલીબેન પટેલ અને તૃષાબેન બારોટ જોડાયાં હતા. ત્યારે વિદ્યાર્થીગણમાંથી પવન પંડ્યા અને વિભૂતિ પરમાર દ્વારા પોતાના અભિપ્રાય જણાવ્યા હતા. મહિલાઓને કયા કયા ક્ષેત્રોમાં નેતૃત્વની જરૂર છે? મહિલાઓમાં કઈ કઈ શક્તિઓ રહેલી છે? મહિલાઓ શું કરી શકે છે? બંધારણ દ્વારા મહિલાઓને કયાં કયાં અધિકારો આપવામાં આવ્યાં છે તે તમામ વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી.આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિભાગ અધ્યક્ષ હર્ષદભાઈ સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રો.અમિતભાઈ દરજીએ આભાર દર્શન કરવામાં આવ્યું, બાલાસિનોર એમ.એસ.ડબલ્યુ કોલેજનો સ્ટાફ અને વિદ્યાર્થીગણ હાજર રહ્યાં હતાં.
બાલાસિનોરથી અરવિંદ રાવળનો રીપોર્ટ