ગોધરા નગરપાલિકા એક્સન મોડમાં આવી 45 રખડતાં ઢોરોને પકડી પરવડી ગૌશાળાએ મોકલી દીધા

ગોધરા નગરપાલિકા વિસ્તારમાં ગાંધીચોક,એસ.ટી.સ્ટેન્ડ, ભુરાવાવ, વાવડી બુઝર્ગ, બામરોલી રોડ તથા ગદુકપુર ચોકડી ખાતે જાહેર રસ્તા ઉપર રખડતા ઢોરને પકડવા માટે ઢોર ડબ્બા સાથે ડ્રાઇવ યોજવામાં આવી હતી.સદર ડ્રાઈવમાં ૭૦થી વધુ ગોધરા નગરપાલિકા, ટ્રાફિક વિભાગ, પોલીસ વિભાગના કર્મચારીઓ/અધિકારીઓ જોડાયા હતા.

ડ્રાઇવ હેઠળ જાહેર રસ્તા પર રખડતા કુલ ૪૫ નાના મોટા ઢોરને પકડીને પરવડી ખાતે આવેલ ગૌશાળા ખાતે મોકલી આપ્યા હતા.આ સાથે તંત્ર દ્વારા સદર ઢોરના માલિકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. ડ્રાઇવ દરમિયાન 02 ઈસમો કે જેઓ આ ડ્રાઇવ દરમિયાન પશુઓને ભગાડી જઇ કામગીરીમાં અવરોધ બનતા તેઓને ઝડપી પાડીને તેમની સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વહીવટી તંત્ર દ્વારા સમયાંતરે આ પ્રકારની ઢોર પકડવાની ડ્રાઇવ યોજીને રખડતા ઢોરને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવશે તેવું ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જૈતાવત દ્વારા જણાવાયુ હતુ.

પંચમહાલથી વિજયસિંહ સોલંકીનો રીપોર્ટ

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *