જામકંડોરણાના ધારાસભ્ય જયેશભાઇ રાદડીયાએ તિરંગા યાત્રામાં જોડાયા
દેશભરમાં યોજાઈ રહેલ ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત આજે રાજકોટ જિલ્લાના જામકંડોરણા ખાતે વહીવટી તંત્ર દ્વારા તિરંગા યાત્રાનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગ્રામજનો સહિત ગામના રાજકીય આગેવાનો, શાળાના વિદ્યાર્થીઓ, સામાજિક સંસ્થાના યુવાનોએ ભારે ઉત્સાહભેર ભાગ લીધો હતો.
![](https://www.thepov.in/wp-content/uploads/2024/08/Screenshot-2024-08-12-154500.png)
જામકંડોરણાના મામલતદાર કે.બી સાંગાણી, તાલુકા વિકાસ અધિકારી જે.પી. વણપરીયા, જામકંડોરણા પીએસઆઇ વિએમ ડોડીયા સહિત જામકંડોરણા પોલીસ સ્ટાફ હોમ ગાર્ડ તાલુકાના અધિકારીઓ, પદાધિકારીઓ પણ આ તિરંગા યાત્રામાં સહભાગી થયા હતા. આ તિરંગા યાત્રા જામકંડોરણા ની ઈન્દિરા નગર પ્રાથમિક શાળા એ થી પ્રસ્થાન કરી જામકંડોરણાના વિવિધ માર્ગો પર પસાર થઈ વંદે માતરમ ભારત માત કી જય, ના ગગનભેદી નારાઓ સાથે આઝાદી રંગે રંગાઈ ગયું હતું. આ તિરંગા યાત્રા જામકંડોરણા ના સરદાર પટેલ ચોક ખાતે આવેલા સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેચ્યુ પાસે યાત્રા પુર્ણ કરાઇ હતી.
જામકંડોરણાથી પ્રવિણ દોંગાનો રીપોર્ટ