શ્રાવણ માસના પાંચમા દિવસે શ્રી સોમનાથ મહાદેવના જ્યોતિર્લિંગ પર વિશેષ રુદ્રાક્ષ શૃંગાર કરવામાં આવ્યો હતો. સોમનાથ મહાદેવના રુદ્રાક્ષ શ્રૃંગારના દર્શન માટે ભકતો આતુરતાથી શ્રાવણ માસની રાહ જોતા હોય છે. આ શ્રૃંગારમાં રુદ્રાક્ષની માળાઓ અને રુદ્રાક્ષના પારાઓથી સોમનાથ મહાદેવના જ્યોતિર્લિંગને અલંકૃત કરવામાં આવ્યો હતો.
રુદ્રાક્ષ ભગવાન શિવનું પ્રતિક માનવામાં આવે છે. રુદ્રાક્ષની માળા અથવા પારો ધારણ કરવાથી ભક્તને ધૈર્ય અને શિવજીની કૃપા પ્રાપ્ત થાય છે તેમજ મનની વ્યાકુળતાથી વ્યક્તિ શાંતિ પામે છે.આ શ્રૃંગાર આધ્યાત્મિક રીતે ખૂબ જ પૂણ્યકારી માનવામાં આવે છે. રુદ્રાક્ષની ઉર્જા અને ભગવાન શિવની કૃપાથી ભક્તોનું મન શાંત થાય છે અને તેમની આધ્યાત્મિક ઉન્નતિ થાય છે.
ગીર સોમનાથથી મહેશ ડોડીયાનો રીપોર્ટ