આઝાદી ના 77 વર્ષ પૂર્ણ કરી 78 માં વર્ષમાં પ્રવેશ કરી રહેલ સમગ્ર ભારત દેશ સ્વતંત્રતાની ઉજવણી કરી રહ્યો છે. ત્યારે સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં હર ઘર તિરંગા તથા તિરંગા યાત્રાનું આયોજન જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ દિવ્યાંગ જે ભગતના માર્ગદર્શન હેઠળ અને કંપની કમાન્ડિંગ ઓફિસર એમ. આઇ. પટેલના નેજા હેઠળ સેક્શન લીડર દશરથ એસ રાઠોડ દ્વારા વાપી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
જેના ભાગરૂપે આજરોજ તિરંગા યાત્રા મામલદાર કચેરીથી નીકળી હતી.જેથી આ તિરંગા યાત્રામાં વાપીના હોમગાર્ડઝ જવાનો અને અધિકારીગણ જોડાયા હતા.