‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત આંગણવાડીમાં ઉજવણી કરવામાં આવી
ગીર સોમનાથમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત રંગોળી સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને દેશભક્તિ રજૂ કરતાં કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત વેરાવળ ઘટક-૨ ની આંગણવાડીમાં સંકલિત બાળ વિકાસ કાર્યક્રમના સી.ડી.પી.ઓ., મુખ્ય સેવિકા તેમજ આંગણવાડી કાર્યકર તેમજ તેડાગર બહેનો અને બાળકોએ ‘હર ઘર તિરંગા’ અભિયાનની ઉષ્માભેર ઉજવણી કરી હતી.
![](https://www.thepov.in/wp-content/uploads/2024/08/Screenshot-2024-08-14-165300.png)
‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત આંગણવાડીમાં રંગોળી સ્પર્ધા, વાનગી સ્પર્ધા યોજાઈ હતી. તેમજ વૃક્ષારોપણ દ્વારા રાષ્ટ્રભાવનાનો સંચાર કરવામા આવ્યો હતો. આંગણવાડીના બહેનોએ ત્રિરંગી મીઠાઈ તૈયાર કરી હતી તેમજ રાષ્ટ્ર ભક્તિના રંગે રંગાયેલા બાળકોએ વિવિધ સ્વાતંત્ર્ય સેનાનીઓની વેશભુષા ધારણ કરી પોતાનો રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કર્યો હતો.
ગીર સોમનાથથી મહેશ ડોડીયાનો રીપોર્ટ