જાંબુઘોડા ખાતે જિલ્લાકક્ષાના ૭૫મા વન મહોત્સવની ઉજવણી કરાઇ

નારુકોટ તાલુકાના જબુઘોડા ખાતે જિલ્લાકક્ષાના ૭૫મા વન મહોત્સવની વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડની અધ્યક્ષતામાં સાયન્સ કોલેજમાં શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ઉપાધ્યક્ષે ઉપસ્થિત સૌ નાગરિકોને વન મહોત્સવની શુભેચ્છાઓ પાઠવતાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ‘એક પેડ માં કે નામ’ અનોખી પહેલનો પ્રારંભ કરાવી પર્યાવરણનું જતન અને સંરક્ષણ કરવા અનુરોધ કર્યો હતો.આ તકે તેમણે જણાવ્યું હતું કે, આવનારી પેઢીને સ્વસ્થ અને શુદ્ધ વાતાવરણ પુરું પાડવા માટે પર્યાવરણનું સંતુલન જાળવવું આપણા સૌની ફરજ છે.

વૃક્ષો મનુષ્ય જાત અને સમગ્ર ઇકો સિસ્ટમને જીવંત રાખવાનું કામ કરે છે, જે પોતે કાર્બન ડાયોક્સાઇ લઇને આપણને ઓક્સિજન વાયુ પુરુ પાડીને આપણને જીવનદાન આપે છે, તેના માટે આપણી નૈતિક ફરજ સમજી આપણે પણ તેમના જીવનનું જતન કરવું તે આપણી ફરજ બને છે. વન વિભાગ આપણા આપણા હિત અને ભલા માટે વનોનું રક્ષક કરે છે, માટે આપણે સૌ કોઇએ પણ વન વિભાગને પુરતો સહયોગ આપવો જોઈએ. જે વૃક્ષ વાવે છે એ ક્યારેય વૃક્ષ ને કાપતો નથી. આ પ્રસંગે મંચસ્થ મહાનુભાવોના હસ્તે સામાજીક વનીકરણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર વન વિભાગના અધિકારીઓ કર્મચારીઓ અને નાગરિકોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. રોપા ઉછેર અને રોપા વિતરણની શ્રેષ્ઠ કામગીરી કરનાર નર્સરીના સંચાલકોને વિવિધ લાભ સહાયના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા કલેકટર આશિષ કુમાર, નાયબ વન સંરક્ષક ગાંધીનગર ડૉ. શકીરા બેગમ, ગોધરા નાયબ વન સંરક્ષક એમ.એલ.મીના, ડૉ.એમ.ડી.જાની સહિત વિવિધ મહાનુભાવો વન વિભાગના કર્મચારીઓ અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતાં.

પંચમહાલથી વિજયસિંહ સોલંકીનો રીપોર્ટ

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *