વાપી ટાઉન પોલીસ સ્ટેશન ખાતે 78માં સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જે પોલીસ ઈન્સ્પેક્ટર કે.જે.રાઠોડના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો.જેમાં પોલીસ સ્ટેશનના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
કે જે. રાઠોડે ઉપસ્થિત પોલીસ કર્મચારીઓને દેશભક્તિ અને ભક્તિનો સંદેશ આપ્યો હતો. તેમણે કહ્યું કે આપણે આપણા દેશની સેવા અને તેના નાગરિકોની સુરક્ષા પ્રત્યે હંમેશા સજાગ રહેવું જોઈએ. સમારોહ દરમિયાન દરેકે રાષ્ટ્રગીત ગાઈને દેશ પ્રત્યેની તેમની વફાદારી વ્યક્ત કરી હતી.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ