વાપી નગરપાલિકામાં આજે પ્રમુખ પંકજ પટેલ દ્વારા રાષ્ટ્રધ્વજ ત્રિરંગાને સલામી આપવામાં આવી હતી.આ પ્રસંગે પાલિકાના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
ધ્વજને સલામી આપ્યા બાદ પંકજ પટેલે સૌને સ્વતંત્રતા અને દેશભક્તિનું મહત્વ સમજાવ્યાં બાદ કહ્યું કે ત્રિરંગો આપણું ગૌરવ છે.માટે આપણે હંમેશા તેના પ્રત્યે આદર અને સન્માન જાળવી રાખવું જોઈએ. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તમામ લોકોએ ત્રિરંગા પ્રત્યે તેમની નિષ્ઠા અને સમર્પણ વ્યક્ત કર્યું હતું.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ