વાપીની જય કેમિકલ કંપનીઓમાં 78માં સ્વાતંત્ર્ય પર્વની ભારે ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી. કર્મચારીઓએ ભારત માતા કી જય અને વંદે માતરમના નારા સાથે કંપની પરિસરને દેશભક્તિના રંગે રંગી દીધું હતું. આ પ્રસંગે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સ્વતંત્રતા દિવસના આ ખાસ અવસર પર, અમે દેશની આઝાદી અને તે બહાદુર શહીદોને શ્રદ્ધાંજલિ આપીએ છીએ જેમણે દેશની આઝાદી માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું.
આ પ્રસંગે વીઆઇએના વડા સતીષ પટેલ, સેક્રેટરી કલ્પેશ વોરા ઉપસ્થિત રહ્યા હતા અને કંપની પ્રકાશ ભદ્રાએ કંપની પરિસરમાં જાળવવામાં આવતી સલામતી વિશે માહિતી આપી હતી. સતીષ પટેલે કામદારોને ઉદ્યોગો સાથે કદમ-બ-કમ યોગદાન આપવા અને સ્વચ્છતા અને સલામતીને હંમેશા ધ્યાનમાં રાખવા જણાવ્યું હતું. આવી સૂચનાઓ સાથે શુભેચ્છાઓ શુભેચ્છા પાઠવી હતી.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ