પંચમહાલ જીલ્લામાં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામા આવી હતી. શહેરાનગર સહિત તાલુકામાં વિવિધ જગ્યાઓ પર ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. શહેરા તાલુકાના છેવાડે આવેલા કોઠા ગામ ખાતે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
કોઠા ગામ ખાતે આવેલી બ્રાન્ચ પોસ્ટ ઓફીસ ખાતે ધ્વજવંદન કરવામા આવ્યુ હતુ. જેમા મુખ્ય મહેમાન તરીકે આચાર્ય કિશોરસિંહ તલારની સાથે અન્ય મહેમાનોને પણ પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળાના શિક્ષકગણ કાંતિભાઈ પગી, રમેશભાઈ પ્રજાપતિ, રમીલાબેન ચારેલ, દલસુખભાઈ ચારેલ તેમજ ગામના અગ્રણીઓ તેમજ શાળાના બાળકો હાજર રહ્યા હતા, સાથે સાથે પોસ્ટ ઓફિસની વિવિધ યોજનાઓને લગતી માહિતી આપી હતી.
પંચમહાલથી વિજયસિંહ સોલંકીનો રીપોર્ટ