જામકંડોરણા તાલુકા કક્ષાની સ્વતંત્રતા દિવસ ઉજવણી રોઘેલ ગામ ખાતે યોજાઈ
જામકંડોરણા તાલુકામાં તાલુકા કક્ષાનો સ્વતંત્ર દિવસનો કાર્યક્રમ રોઘેલ ગામ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત જામકંડોરણા તાલુકાના આઇ.સી.ડી.એસ વિભાગના જુદા જુદા કેડરના કર્મચારીઓને સન્માન પત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
રોઘેલ પ્રાથમિક શાળામાં ધ્વજ વંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું .જેમાં આઈ.સી.ડી.એસ. સ્ટાફ જ્યોત્સનાબેન નૈનુજી સુપર વાઈઝર, નિલેશ પરમાર . પોષણ અભિયાન સ્ટાફ તથા આંગણવાડી વર્કર બહેન શારદાબેન ઉનાગર,નીતાબેન ગોટી,કાજલબેન હેલ્પર આ કાર્યક્રમ નિમિત્તે જામકંડોરણા આઈ.સી.ડી.એસ. શાખામાં શ્રેષ્ઠ કામગીરી કરેલ જુદા જુદા કેડર કર્મચારીના મામલતદાર સાંગાણી, નાયબ મામલતદાર જલ્પાબેન બાલધા દ્વારા સન્માન પત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
જામકંડોરણાથી પ્રવિણ દોંગાનો રીપોર્ટ