છીરીમાં શ્રી મનોકામનાપૂર્ણ હનુમાન મંદિરે અખંડ રામધૂન યોજાઇ

રામધૂનની સાથે હનુમાન મંદીરના પટાંગણમાં ધ્વજ લહેરાવવામાં પણ આવ્યો

વાપીમાં વર્ષોથી ધાર્મિક સેવાકીય પ્રવુતિ સાથે સંકળાયેલ તેમજ છીરીમાં ભવ્ય હનુમાન મંદિરનું નિર્માણ કરનાર કનૈયાલાલ મિશ્રા દ્વારા શ્રી મનોકામનાપૂર્ણ હનુમાન મંદિરે અખંડ રામધૂન, ધ્વજવંદન અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વતંત્રતા પર્વના અગાઉના દિવસથી સ્વતંત્રતા પર્વના દિવસ સુધી તેમ 24 કલાક ચાલનારી આ અખંડ રામધૂનનું વર્ષ 2005થી દર વર્ષે આયોજન કરવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાવિક ભક્તોએ ગાયક વૃંદ સાથે રામધૂન બોલાવી હતી.

આ અખંડ રામધૂન, ધ્વજવંદન અને મહાપ્રસાદના આયોજન અંગે કનૈયાલાલ મિશ્રા અને મોહન ઝા એ જણાવ્યું હતું. કે વર્ષ 2005માં આ હનુમાન મંદિરનું નિર્માણ શરૂ કરી વર્ષ 2011માં ભવ્ય હનુમાનજીની પ્રતિમાં સ્થાપિત કરી હતી. તેમની વર્ષો જુની મનોકામના સિદ્ધ થતાં આ મંદિરનું નામ શ્રી મનોકામના પૂર્ણ હનુમાન મંદિર રાખવામાં આવ્યું છે. અહીં દરેક ધાર્મિક તહેવારે વિશેષ કાર્યક્રમનું અને મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવે છે.

જે અંતર્ગત વર્ષ 2005થી ભક્તિભાવની સાથે રાષ્ટ્રપ્રેમ પણ જળવાઈ રહે એ માટે 14મી ઓગસ્ટ અને 15મી ઓગસ્ટના 24 કલાકની અખંડ રામધૂનનું આયોજન કરવામાં આવે છે. 15મી ઓગસ્ટના મંદિર પટાંગણમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપવામાં આવે છે. તેમજ ઉપસ્થિત તમામ ભાવિક ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે.આ આયોજનમાં છીરી ગામમાં રહેતા તેમજ આસપાસના વિસ્તારમાં રહેતા હનુમાન ભક્તો, રામભક્તો, દેશભક્ત નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે. અખંડ રામધૂન માટે ખાસ ગાયક કલાકારોને બોલાવવામાં આવ્યા છે. જેઓની સંગીતમય રામધૂનમાં ઉપસ્થિત ભક્તો સાથે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તમામ ખર્ચ મંદિરના મુખ્ય સ્થાપક મનીષ મિશ્રા દ્વાર જ કરવામાં આવે છે. ધાર્મિક કાર્યક્રમ સાથે દેશ ભક્તિના આ કાર્યક્રમમાં રાષ્ટ્રપ્રેમની અનોખી ઝલક ભક્તોમાં દેશભક્તિનો સંચાર કરે છે.

વાપીથી આલમ શેખનો રીપોર્ટ

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 5 / 5. Vote count: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *