લાલાના મુવાડા ગામની પ્રા.શાળામા વિદ્યાર્થીઓને મેલેરિયા રોગથી જાગૃતિ લાવવા કાર્યક્રમ યોજાયો

ગળતેશ્વર તાલુકાના લાલાના મુવાડા ગામની પ્રાથમિક શાળામાં મેલેરિયા રોગથી શાળાના બાળકોને જાગૃત કરવા માટે બાલાસિનોર નવગુજરાત MSW કોલેજના વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.જેથી શાળાના શિક્ષકો અને આચાર્યની મદદથી શાળાના બાળકોને એક હોલમાં એકત્રિક કરી બેસાડવામાં આવ્યા હતાં..

મેલેરિયા કેવી રીતે થાય છે તેની માહિતી કોલેજના વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થી દ્વારા આપતાં જણાવ્યું હતું કે મેલિરિયા રોગ એ ચેપી રોગ છે.જે ચેપી મચ્છરોથી થાય છે.અને આ રોગ એનોફીલીઝ નામના ચેપી મચ્છરના કરડવાથી થતો રોગ છે.આ રોગના લક્ષણોની વાત કરતાં કહ્યું હતું કે ભારે તાવ આવવો, ધ્રુજારી આવવી, પરસેવો થવો,માથાનો દુઃખાવો થવો, ઉલટી થવી, શરીરમાં દુઃખાવો થવો તે આ રોગના લક્ષણો છે.આ રોગથી સાવચેત રહેવા માટે સાંજે કે દિવસે સુતી વેળાએ મચ્છરદાની લગાવીને સૂંવુ જોઇએ, ઘરની આસપાસ ચોખ્ખાઇ રાખવી, દવાઓનો છંટકાવ કરવો, ઘરના દરવાજા અને બારીઓ પર જાળી રાખવી, એસી અને પંખાનો ઉપયોગ કરવો જેથી મચ્છર એકની એક જગ્યાએ બેસી ન રહે. શરીર પુરુ ઢંકાઇ જાય તેવા વસ્ત્રો પહેરવા, ઝાડી ઝાંખરા જગ્યાઓ પર કામ કરવાનું ટાળવું. જેવી અનેક માહિતી મેલેરિયાના રોગને લઇ વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય,શિક્ષકગણ, નવગુજરાત MSW કોલેજના પ્રો.ચેતનાબેન ઝાલા, કોલેજના વિદ્યાર્થી કોમલબેન પરમાર, જાનકીબેન ખાંટ, પાયલબેન પરમાર, ભાવેશકુમાર સોલંકી અને શાળાના વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતાં.

ગળતેશ્વરથી અરવિંદ રાવળનો રીપોર્ટ

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 5 / 5. Vote count: 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *