મલેકપુર વિનાયક વિધાલય ખાતે તિથિ ભોજનનુ આયોજન

પવિત્ર શ્રાવણ માસમાં દાન અને પુણ્યનું કામ એક અલગ મહત્વ ધરાવે છે. અને સમાજમાં ઘણા બધા લોકો આ પવિત્ર શ્રાવણ માસમાં દાનપુર્ણ કે સારું કામ કરવા આગળ આવતા આપણે જોઈએ છીએ. જેથી કરી આપણે અલગ અલગ જગ્યાએ આવા શુભ કાર્યો કે પવિત્ર કાર્ય જોતા હોઈએ છીએ. ત્યારે ગ્રામીણ સ્તરે પ્રાથમિક શાળાઓમાં ગ્રામજનો અને દાતાઓ દ્વારા પવિત્ર શ્રાવણ માસમાં વિવિધ તિથિ ભોજનના કાર્યક્રમો થતા હોય છે.ત્યારે મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના મલેકપુર ખાતે આવેલ વિનાયક વિધાલય ખાતે વિનાયક વિધાલયના સ્ટાફ ગણ તેમજ વિનાયક વિધાલયના ડ્રાઈવર મિત્રો દ્વારા શાળાના બાળકો માટે તિથિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું.

અંદાજિત 310 જેટલા બાળકોએ સાથે મળી તિથિ ભોજન લીધું. આ તિથિ ભોજનમાં શાળાના તમામ સ્ટાફગણ અને બાળકો હાજર રહ્યા હતા. અને સાથે મળી ભોજન પ્રસાદ લીધો હતો.જેમાં ભોજનમાં દાળ ભાત, પુરી અને શાક તેમજ લાડુ જેવી મીઠાઈ પણ બનાવવામાં આવી હતી‌.ખુબ સુંદર આયોજન કર્યું હતું. અને ખૂબ ઉત્સાહ સભર ભાગ લઈ બાળકો માટે સરસ એવી ભોજનની વ્યવસ્થા કરી હતી. ઉપરાંત ગામના અન્ય લોકોએ પણ બાળકો સાથે પ્રસાદ લીધો હતો.

મહીસાગરથી ભીખાભાઇ ખાંટનો રીપોર્ટ

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *