સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પણ શ્રાવણ મહિનાની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.ત્યારે પ.પૂ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી પ્રેરણા અને કોઠારી વિવેકસાગર સ્વામિના માર્ગદર્શનથી શ્રાવણ માસ ભવ્ય મહોત્સવ અંતર્ગત આજરોજ શનિવારના રોજ શ્રી કષ્ટભંજનદેવ દાદાને ડ્રાયફ્રુટના વાઘા- સૂર્યમુખીની થીમવાળો શણગાર કરી સવારે 05:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા શણગાર આરતી પ.પૂ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી- અથાણાવાળા દ્વારા કરવામાં આવી હતી.
![](https://www.thepov.in/wp-content/uploads/2024/08/WhatsApp-Image-2024-08-17-at-10.14.22-AM-1-2-1024x682.jpeg)
શ્રીકષ્ટભંજનદેવ દાદાને ડ્રાયફ્રુટના વાઘા અને સૂકી દ્રાક્ષ કિશમિસ, જરદાલુ, અંજીર, બદામ ,કાજુ, પિસ્તા અને ખજૂર વિગેરેનો અન્નકૂટ ધરાવી બપોરે 11:30 કલાકે ડ્રાયફ્રુટ અન્નકૂટ આરતી પ.પૂ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી- અથાણાવાળા દ્વારા કરવામાં આવી હતી. પૂજારી સ્વામીએ જણાવ્યું કે,આજે શ્રાવણ મહિનાના પવિત્ર શનિવાર નિમિત્તે દાદાને વિશેષ ડ્રાયફ્રુટના વાઘા અને સિંહાસને સૂર્યમુખીની થીમવાળો શણગાર કરાયો હતો.આજે દાદાને 2 હજાર કિલો ડ્રાયફ્રુટનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.શ્રાવણ માસ દરમિયાન શ્રી હનુમાન ચાલીસા પાઠ અનુષ્ઠાનનુ આયોજન તેમજ શ્રીહરિ મંદિરમાં દિવ્ય હિંડોળાના તેમજ મંદિર પટાંગણમાં યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞ પણ કરવામાં આવ્યો હતો.જેનો લ્હાવો માણાવા મોટી સંખ્યામાં ભાવિકો સાળંગપુર હનુમાન દાદાના દર્શને ઉમટી પડ્યા હતાં.
જામકંડોરણાથી પ્રવિણ દોંગાનો રીપોર્ટ