વાપી નગપાલિકાએ “એક પેડ માઁ કે નામ” કાર્યક્રમ હેઠળ વિશાળ વૃક્ષા રોપણના કાર્યક્રમ યોજ્યો

વાપી શહેરના લક્કમ દેવ તળાવ પર, વાપી નગપાલિકાએ “એક પેડ માઁ કે નામ” કાર્યક્રમ હેઠળ વિશાળ વૃક્ષા રોપણના કાર્યક્રમનું આયોજન કર્યું. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું.

પ્રારંભે મંત્રી કનુભાઈ દેસાઈએ સ્વયં વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણની દિશામાં પ્રથમ પગલું ભરીને આ કાર્યક્રમનો આરંભ કર્યો. આ અવસરે તેમણે પોતાના ભાષણમાં પર્યાવરણ જતનના મહત્વ પર પ્રકાશ પાડતાં જણાવ્યું કે, “વૃક્ષો માત્ર પ્રકૃતિનો આભૂષણ જ નહીં, પરંતુ જીવનનો આધાર છે. અત્યારે આપણે જે પર્યાવરણીય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ, તેના નિવારણ માટે વૃક્ષારોપણ આવશ્યક છે.”આ કાર્યક્રમમાં શહેરના અગ્રણીઓ, નગરજનો, અને મોટી સંખ્યામાં ભાજપ ના અગ્રણ્યો ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ અવસરે નગરપાલિકા દ્વારા તળાવ અને આસપાસના વિસ્તારમાં અનેક જાતના છોડો રોપવામાં આવ્યા, જે પર્યાવરણને સુંદર બનાવવા ઉપરાંત શહેરને હરિયાળું બનાવવા માટેનો પ્રયાસ છે.પ્રયોગશીલ આ કાર્યક્રમના અંતે મંત્રીશ્રીએ નગરજનોને વધુમાં વધુ વૃક્ષો વાવવામાં અને તેની દેખરેખ રાખવામાં સહભાગી થવા માટે પ્રોત્સાહિત કર્યા. “એક પેડ માઁ કે નામ” કાર્યક્રમથી શહેરના પર્યાવરણને સુધારવા માટેનો આ પ્રયત્ન, આવનારા સમયમાં એક મોટું યોગદાન પૂરું પાડશે, એવો મંત્રીશ્રીએ આશાવાદ વ્યક્ત કર્યો. આ કાર્યક્રમની સફળતા માટે નગરપાલિકાના અધિકારીઓ તેમજ કાર્યકરોનું વિશેષ યોગદાન રહેલું છે.

વાપીથી આલમ શેખનો રીપોર્ટ

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 5 / 5. Vote count: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *