વલસાડ જિલ્લાના ઉમરગામ રેલવે સ્ટેશન નજીકનાં ફ્લાય ઓવર પાસે એક વ્રુધ્ધ મહિલા તાજેતરમાં ચીલઝડપનો શિકાર ધોળે દિવસે બન્યાની ઘટનાનાં સીસીટીવી સામે આવ્યા હતાં.
દિવસના અગિયાર વાગ્યાની આસપાસ કૃષ્ણા મોલ પાસે સ્થાનિક વ્રુધ્ધ મહિલાનેં બાઈક પર આવેલા ઈસમોએ આગળ ચેકિંગ ચાલુ છે અને લૂંટ થઈ હોય હાથમાંની બંગડી કાઠી મૂકી દેવા જણાવ્યું હતુ.જોકે વ્રુધ્ધ મહિલાએ બંગડી ઉતારી પોતાની પાસેની પ્લાસ્ટિકની થેલીમાં મૂક્યાં હતાં એ દરમ્યાન બાઈક પર આવેલા લુટારુઓએ વાત વાતમાં થેલી ખેંચવા જતા વૃદ્ધા પ્રતિકાર કરવા જતા પડી ગયા હતા.સમગ્ર ઘટનાની જાણ ઉમરગામ પોલીસ અને જિલ્લા પોલીસને થતાં તેઓએ તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે.આ ઘટનાને લઇ લોકોએ સાવધાન રહેવું પણ જરૂરી બન્યું છે.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ