સંઘપ્રદેશ દમણમાં વસતા આદિવાસી સમાજ દ્વારા દેશના રાષ્ટ્રપતિને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. દમણ જિલ્લા આદિવાસી સમાજના મોભીઓ દ્વારા આજરોજ કલેકટર કચેરી ખાતે આવી દેશના રાષ્ટ્રપતિને સંબોધી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. અને આવેદનપત્ર થકી જણાવ્યું હતું કે, જે પ્રમાણે 7 ઓગષ્ટ 2024 દિને દેશની સર્વોપરી અદાલત સુપ્રિમ કોર્ટ દ્વારા એસ.ટી. એસ.સી. અનામતમાં અન્ય જ્ઞાતિઓને વર્ગીકૃત કરી અનામતનું વિભાજન કરવામાં આવ્યું છે એ જોતા એસ.ટી.એસ.સી. સમુદાયને આપવામાં આવેલા અનામતના હકક સાથે અન્યાય કરવા બરાબર છે.
જેનો સમગ્ર દેશના આદિવાસી સમાજ દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે. જે વિરોધમાં દમણ આદિવાસી સમાજ પણ વિરોધ દર્શાવી રહ્યા છે. ત્યારે ડો. બાબાસાહેબ આંબેડકર દ્વારા બંધારણમાં આપવામાં આવેલા અનામતને બચાવવા રાષ્ટ્રપતિને માંગ કરી છે. સાથે ભારત બંધના એલાનમાં પણ સમર્થન દર્શાવ્યું છે.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ