દમણની સેશન્સ કોર્ટે હત્યા કેસમાં 6 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી

વર્ષ 2020માં દમણમાં બાઈકના શો રૂમમાં જમીન મામલે સલીમ મેમણ નામના શખ્સની હત્યા થઈ હતી

વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણના એક બાઇક શોરૂમમાં વર્ષ 2020માં ફાયરિંગ કરી સલીમ મેમણની હત્યા કરવામાં આવી હતી. તે કેસ દમણની સેશન્સ કોર્ટમાં ચાલી જતા દમણ સેશન્સ કોર્ટના સરકારી વકીલ હરિઓમ ઉપાધ્યાયની દલીલો અને ઘટનાક્રમ નિહાળનાર સાક્ષીઓ અને પોલીસ તપાસમાં રજૂ કરવામાં આવેલા પુરાવાઓ ગ્રાહ્ય રાખીને દમણની સેશન્સ કોર્ટના જજ શ્રીધર એમ. ભોસલેએ હત્યા કેસમાં 6 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારતો હુકમ કર્યો હતો.

વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણમાં આવેલા એક બાઇકના શોરૂમમાં સલીમ મેમણ હોવાની માહિતી મળતા હત્યાની સોપારી લેનાર આરોપીઓ એ 02/03/2020 ના રોજ લગભગ 19:00 કલાકે, સલીમ અનવર બારવાટીયા @ સલીમ મેમણ ખારીવાડ સ્થિત રોયલ સુઝીકી બાઇસના શોરૂમમાં બેઠા હતા, ત્યારે અજાણ્યા શખ્સો શોરૂમની અંદર પ્રવેશ્યા હતા અને પિસ્તોલ જેવા હથિયાર વડે અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. જેમાં સલીમ અનવર બરવાટિયા ઉર્ફે સલીમ મેમણનું ગોળી વાગવાથી મોત થયું હતું. જેના સંદર્ભમાં નાની દમણ પોલીસ સ્ટેશનમાં IPC કલમ 302,307, 34 IPC અને કલમ 27 આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

ગુના સંદર્ભે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને અન્ય પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. આ ગુનાની તપાસ દરમિયાન 08 આરોપીઓ (1) ઉપેન્દ્ર રામજી રાય, (2) જાવેદ મતિઉલ્લા ખાન ઉર્ફે સુલતાન (3) સંતોષ શ્યામનારાયણ દુબે ઉર્ફે પંડિત (4) મેહુલ ઠાકુર (5) અબ્દુલ સજ્જાદ ખાન (6) નસીરુદ્દીન શેખ (7) ) ) જયરામ નામદેવ લોંધે (8) હનીફ અજમેરીની ઉપરોક્ત ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી અને આ ગુનાની તપાસ પૂર્ણ કર્યા બાદ 23/06/2020 ના રોજ તમામ આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. તે કેસ દમણની સેશન્સ કોર્ટમાં ચાલી જતા દમણ સેશન્સ કોર્ટના સરકારી વકીલ હરિઓમ ઉપાધ્યાયની દલીલો અને ઘટના ક્રમ નિહાલનાર સાક્ષીઓ અને પોલીસ તપાસમાં રજૂ કરવામાં આવેલા પુરાવાઓ ગ્રાહ્ય રાખીને દમણની સેશન્સ કોર્ટના જજ શ્રીધર એમ. ભોસલેએ આરોપી (1) જયરામ નામદેવ લોઢે (2) જાવેદ મતી ઉલ્લા ખાન ઉર્ફે સુલતાન (3) સંતોષ શ્યામનારાયણ દુબે ઉર્ફે પંડિત (4) મેહુલ ઠાકુર (5) અબ્દુલ સજ્જાદ ખાન (6) નસીરુદ્દીન શેખને આજીવન કેદની સજા અને 15,000 રૂપિયાનો આ દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.

વાપીથી આલમ શેખનો રીપોર્ટ

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *