ભારતમાં પોતાના 20 પ્લાન્ટ ધરાવતી અને વિદેશમાં પણ કાર્યરત સુપ્રીમ ગ્રુપની Supreme Nonwoven Industries Pvt. Ltd. કંપનીનો શુક્રવારે 23 ઓગસ્ટના 38મો સ્થાપના દિવસ હતો. જેના ઉપલક્ષ્યમાં વાપી GIDCના 1st ફેઈઝમાં આવેલ કંપની ખાતે 16મો રક્તદાન કેમ્પ યોજાયો હતો. જેમાં કંપનીના કર્મચારીઓ અને રક્તદાતાઓની મદદથી કુલ 148 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું.
આ અંગે કંપનીમાં 25 વર્ષથી ઓપરેશન હેડ તરીકે ફરજ બજાવતા કૈલાશ શર્મા અને ચીફ ઓપરેટિંગ ઓફિસર પ્રસન્નાએ જણાવ્યું હતું કે, આજે કંપનીનો 38મો સ્થાપના દિવસ છે. આ ખૂબ જ ગૌરવવંતો દિવસ હોય જેને ધ્યાનમાં રાખીને 16માં રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સુપ્રીમ ગ્રુપ ઓફ કંપનીની અનેક શાખા ભારત અને અન્ય દેશોમાં હોય, આ આંતરરાષ્ટ્રીય કંપની છે. જેના 38માં સ્થાપના દિવસ નિમિત્તે રક્તદાન શિબિરના આયોજનની સાથે સાથે નવી ઓફિસનું ઉદઘાટન પણ કરવામાં આવ્યું હતું. તેમજ આજના આ ગૌરવંતા દિવસને ધ્યાનમાં રાખીને આ કંપનીમાં જેટલા કર્મચારીઓ છેલ્લા 25 વર્ષથી આ જ કંપની માં કામ કરી રહ્યા છે. તેવા તમામ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
કંપનીમાં છેલ્લા 16 વર્ષની દર વર્ષે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે 100થી વધુ રક્તદાતાઓનો લાભ મળી રહ્યો છે. જેમાં કંપનીના કર્મચારીઓ અને અન્ય રક્તદાતાઓનો સહયોગ મળ્યો છે. રક્તદાન એ અન્યના જીવનને પ્રદાન કરવાનું સૌથી મોટું દાન છે. તેમજ આવા કેમ્પથી કર્મચારીઓમાં એકબીજા પ્રત્યે અને કંપની પ્રત્યે પારિવારિક ભાવના વધતી રહે છે. કંપનીના ઘણા કર્મચારીઓ વર્ષમાં ત્રણેક વાર રક્તદાન કરી તેમની આ ફરજ પણ નિભાવી રહ્યા છે.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ