મેઘવાડના યુવાન દ્વારા ટ્રેડિંગના નામે લોકોને રોકાણ કરાવી છેતરપીંડી કરી પૈસા ના આપતા થઇ બબાલ

પોલીસ સ્ટેશન બહાર જ મહિલા રોકાણકર્તાને થપ્પડ મારી દેતા મામલો બીચક્યો

દાદરા નગર હવેલીના મસાટ ગામે ઓફિસ રાખી મેઘવાડના યુવાને ત્રીસથી વધુને ટ્રેડિંગમા પૈસા રોકી છ મહિનામા ડબલ કરી આપવાની લાલચ આપી પૈસા પરત ના આપી છેતરપીંડી કરી ફરાર થઇ ગયેલ જે રોકાણકારોના હાથે ઝડપાઇ જતા મામલો પોલીસ સ્ટેશને પહોચ્યો.પ્રાપ્ત વિગત અનુસાર નિતેશ પટેલ હાલ રહેવાસી મેઘવાળ જે મસાટ ગામે સાંઈ નગર સોસાયટીમા ટ્રેડિંગની ઓફિસ હતી જે વ્યક્તિએ સ્થાનિકોને તમારા પૈસા શેરબજારમા રોકો હુ તમને છ મહિનામા ડબલ કરી આપીશ એવી લાલચ આપતા ત્રીસથી વધુ લોકોએ કોઈએ એક લાખથી લઇ પાંચ લાખ સુધીનુ રોકાણ કર્યું હતુ.અને છ મહિનાની મુદત પુરી થતા રોકાણકારોએ એમના પૈસા પરત માંગી રહ્યા હતા તે સમયે નિતેશ એ લોકો સાથે ગલ્લા તલ્લા કરી સમજાવીને કાઢી મુકતો હતો.આ મામલો પંચાયતમા પણ પહોચ્યો હતો અને ત્યા દરેકને એમના રોકેલા પૈસા પરત આપવા માટે સમાધાન પણ કરેલ ત્યારબાદ નિતેશ અહીથી ફરાર થઇ ગયો હતો.જે અચાનક શુક્રવારના રોજ બપોરે એની ગાડી લઈને જતા જોતા ગામના લોકોએ એ ગાડીનો પીછો કરી સામરવરણી પુલના છેડે અટકાવી એની પાસે પૈસાની માંગણી કરી હતી એ દરમ્યાન કેટલાક લોકોએ એની સાથે ઢોલધપાટ પણ કરી હતી આ જોતા નિતેશ ત્યાથી એની ગાડી લઈને સીધો સેલવાસ પોલીસ સ્ટેશન પર પહોચ્યો હતો અને પોલીસને જણાવેલ કે મારી જાનને ખતરો છે મને મારા ગામના લોકો મારી નાખવાની ધમકી આપી રહ્યા છે.

નિતેશ સેલવાસ પોલીસ સ્ટેશન પર પહોંચ્યો છે એ ગામના બીજા રોકાણ કર્તાઓને ખબર પડતા પોલીસ સ્ટેશન પર દોડી આવ્યા હતા જેમા કેટલીક મહિલાઓ પણ હતી.અને એમણે જે પૈસા નિતેશને આપ્યા હતા તે અંગેના બેંક સ્ટેટમેન્ટ તેમજ એમને જે રશીદ આપવામા આવેલ તે પણ પોલીસને બતાવી હતી પરંતુ પોલીસ અધિકારી દ્વારા આ નિતેશ વિરુદ્ધ અમારી પાસે કોઈપણ ફરિયાદ નથી આવી જેથી અમે એની વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી ના કરી શકીએ એમ કહી હાથ ઉંચા કરી લીધા હતા.ત્યારબાદ પોલીસ સ્ટેશનના પરિસરમા મહિલાઓ ઉભી હતી તેઓ હોબાળો કરી રહી હતી તે સમયે નિતેશના પરિવારના સભ્યો ઉપસ્થીત હતા તેમાથી એક વ્યક્તિએ એક મહિલા રોકાણકારને થપ્પડ મારી દીધી હતી જેથી મામલો વધુ બિચક્યો હતો.આ મારામારી સંદર્ભે જે મહિલાને થપ્પડ મારવામા આવી હતી તેણે નિતેશના પરિવાર વિરુદ્ધ પણ ફરિયાદ અરજી આપી છે.હાલમા તો સેલવાસ પોલીસે નિતેશ પટેલને કોઈ જ ફરિયાદ ના હોવાના બહાના હેઠળ છોડી મુકવામા આવ્યો છે હવે જોવુ એ રહ્યુ કે રોકાણકારોને ખરેખર ન્યાય મળશે કે કેમ એ એક પ્રશ્ન ઉભો થયો છે.

વાપીથી આલમ શેખનો રીપોર્ટ

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *