કાલોલ- ગોમા નદીના ઉપરવાસમા વરસાદને કારણે પાણી આવતા કોઝ-વે પરથી પાણી ફરી વળ્યા

પંચમહાલ જીલ્લાના કાલોલ નગર અને તાલુકામા વરસાદી માહોલ જોવા મળ્યો છે. જેના કારણે ત્રણ જેટલા કોઝ- વે પર પાણી ફરી વળતા વાહનવ્યવહારને અસર પહોચી હતી. પંચમહાલ જીલ્લાના તમામ તાલુકાઓમા પાછલા બે દિવસની વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

જીલ્લાના કાલોલ નગર સહિત તાલુકાના ગ્રામીણ વિસ્તારમા પણ વરસાદને કારણે જનજીવન પર અસર જોવા મળી રહી છે. કાલોલ તાલુકામાંથી ગોમા નદી પસાર થાય છે તેના ઉપરવાસમા વરસાદ થવાને કારણે ગોમા નદીમા પાણીની નવી આવક જોવા મળી હતી,સાથે સાથે ગોમા નદી બે કાંઠે વહેતી જોવા મળી હતી. કાલોલ પાસેથી પસાર થતી ગોમા નદીમા પાણી આવતા આ નદી પરના ત્રણ જેટલા કોઝ- વે પર પાણી ફરી વળતા રોડ પાણીમા ગરકાવ થઈ ગયા હતા. જેમા દોલતપુરા ગામને જોડતો કોઝ- વે, નુરાની કબ્રસ્તાન તરફ જવાનો અને ગોળીબાર તરફ જવાનો કોઝવે પર પાણી ફરી વળતા વાહનવ્યવહારને અસર પહોચી હતી.

પંચમહાલથી વિજયસિંહ સોલંકીનો રીપોર્ટ

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *