ગીર સોમનાથ ત્રિવેણી સંગમમાં યુવકનું પાણીમાં ડૂબી જતાં મોત નિપજ્યું હતું. ત્રિવેણી સંગમમાં પાણીના ભારે પ્રવાહના પગલે પાણીનું પ્રમાણ વધી રહ્યું હતું.ત્યારે બહારથી આવતાં પ્રવાસીઓ પાણી જોઇને ન્હાવા પડ્યાં હતાં. જેથી જીવના જોખમે વધું પાણીમાં ન્હાવા પડ્યા. ત્યારે સાંજે 5 વાગ્યે અંકિત નરસિંહભાઈ કાનાણી નામનો 25 વર્ષીય યુવક ડૂબ્યો હોવાની જાણકારી આસપાસના લોકોને થતાં તેઓની ભીડ જામી ગઇ હતી.
સ્થાનિક તરવૈયાઓની મદદથી યુવકની શોધખોળ કરાઈ આખરે યુવકનો મૃતદેહ મળી આવ્યો. મૃતક યુવક મેંદરડા તાલુકાના મોટી ખોડિયાર ગામનો રહેવાસી હોવાનું સામે આવ્યું. પ્રભાસ પાટણ પોલીસે યુવકના મૃતદેહને પી.એમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી હતી.
ગીર સોમનાથથી મહેશ ડોડિયાનો રીપોર્ટ