જામકંડોરણા જન્માષ્ટમીના પાવન પર્વ પર ભવ્ય રથયાત્રાનો શુભારંભ કરાવતા ધારાસભ્ય જયેશ રાદડિયા જામકંડોરણા શહેર ખાતે જન્માષ્ટમીના પાવન પર્વ નિમિતે શ્રી રામજી મંદિર ખાતેથી શ્રી વ્રજવલ્લભ સોશ્યલ ગ્રુપ દ્વારા આયોજીત ભવ્યાતિભવ્ય રથયાત્રાનો શુભારંભ કરાવીને શ્રી રામજી મંદિરે ઠાકોરજીના દર્શન કરવાનો તેમજ સરદાર પટેલ ચોક ખાતે મટકીફોડ કાર્યક્રમનો તેમજ કાનાજીની આરતીને દર્શનનો અનેરો લહાવો લેતા ધારાસભ્ય જયેશ રાદડિયા જોવા મળ્યાં

રથયાત્રા રામ મંદિરથી સરદાર પટેલ ચોક થઈ કિસાન પ્લોટ બાલાજી ચોકથી નીકળી નગર દરવાજે રથયાત્રા પૂર્ણ થઈ હતી. રથયાત્રામાં 50થી વધારે જુદા જુદા રથો તૈયાર કરીને રથયાત્રા ની શોભા વધારી હતી રથયાત્રામાં ભાગ લેનાર જુદા જુદા ગ્રુપના ભાઈઓનો ઉત્સાહ વધારવા માટે ધારાસભ્ય જયેશ રાદડિયા દ્વારા રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
જામકંડોરણાથી પ્રવિણ દોંગાનો રીપોર્ટ