પંચમહાલ જીલ્લાના શહેરામા પડેલા વરસાદને કારણે સતત વાહનોથી ધમધમતા હાલોલ-શામળાજી હાઈવે માર્ગ પર ખાડાઓ પડી ગયા હતા. શહેરાનગરના અણિયાદ ચોકડી પાસે ખાડાઓ પડ઼ી ગયા હતા. બે દિવસ પહેલા પડેલા વરસાદને કારણે અહી 3 ફુટ જેટલા પાણી રોડ પર ભરાઈ ગયા હતા.વાહનચાલકોને પણ પારાવારા મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે,.
શહેરાનગરમા ભારે વરસાદ પડે ત્યારે અણિયાદ ચોકડી પાસે જાણે નદી છલકાઈ તેવા દ્રશ્યો દર વર્ષે સર્જાતા હોય છે. તેટલુ નહી પાણી ભરાવાની અસર નજીકમા આવેલી સોસાયટીઓમા પણ થતી હોય છે.પંચમહાલ જીલ્લામા વરસાદે વિરામ લેતા હવે જનજીવન પુનઃ ધબકતુ થયુ છે. વરસાદ થતા શહેરા નગરમાંથી પસાર થતા હાલોલ-શામળાજી હાઈવ માર્ગ પર ખાડા પડી ગયા હતા. જેના કારણે વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. શહેરા નગરમાથી પસાર થતો આ રોડ જે રાજ્સ્થાન દિલ્લી સહિતના ઉત્તર ભારતના મહત્વના રાજ્યોને જોડે છે. તેના કારણે આ રોડ પર ભારે ટ્રાફિક ધમધમે છે. શહેરાનગરની અણિયાદ ચોકડી પાસે પસાર થતા આ રોડ પર ખાડાઓ પડી ગયા છે.વરસાદી પાણી ભરાઈ ગયા બાદ પાણી ઓસરતા ખાડાઓ જોવા મળી રહ્યા છે. વાહન ચાલકોએ આ રસ્તેથી પસાર થવું હોય તો વરસાદી પાણીમાં ખાડાઓ ક્યાં છે ને રસ્તો ક્યાં છે તે શોધવું પણ મુશ્કેલ બની જાય છે.જેના કારણે ઘણીવાર વાહન ચાલકો વાહન લઇને ખાડામાં પડતા હાથપગ તૂટી જવાનો ડર તેમનાં મનમાં સતાવ્યા કરે છે.જોકે સંબધિત તંત્ર દ્વારા ખાડાઓનું પુરણ પણ કરવામા આવ્યુ હતું. પંરતુ મોટા માલવાહનો આ રસ્તેથી પસાર થતાં આ માર્ગ પર અસંખ્ય ખાડાઓ પડી રહ્યા છે.ત્યારે હાલમાં ચોમાસાની ઋતુ શરૂ થતાં આ જગ્યાએ વરસાદને કારણે નદી વહેતી હોય તેવી પરિસ્થિતી સર્જાતાં અહીંયાથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.
પંચમહાલથી વિજયસિંહ સોલંકીનો રીપોર્ટ