દમણના ઈતિહાસમાં કાળો દિવસ ગણાતા પુલ અકસ્માતની 21મી વર્ષગાંઠે, દમણ-દીવના સાંસદ ઉમેશભાઈ પટેલે નિર્દોષ જીવ ગુમાવનારા મૃતકોને શ્રદ્ધાંજલિ આપી. 28મી ઓગસ્ટ, 2003ના દિવસે નાની દમણ બ્રિજ દુર્ઘટનામાં શાળાના નિર્દોષ બાળકો સહિત કુલ 30 લોકોનું દુઃખદ મોત થયું હતું, જેની કરુણ યાદો આજે પણ દમણના લોકોના હૃદયમાં તાજી છે.

સાંસદ ઉમેશ પટેલ આજે મોતી દમણની અવર લેડી ઓફ ફાતિમા કોન્વેન્ટ હાઈસ્કૂલ ખાતે આવેલા શહીદ સ્મારક પર પહોંચ્યા હતા, જ્યાં તેમણે બ્રિજ દુર્ઘટનાના તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પી. ત્યારબાદ, તેઓ રાધા કૃષ્ણ મંદિરે ગયા, જ્યાં તેમણે દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી. દમણની જનતાએ પણ આ યાદગાર દિવસે દુર્ઘટનાના નિર્દોષ મોતને ભુલાવા માટે પ્રાર્થનાઓ અને મૌન પાળ્યું. 21 વર્ષ પછી પણ, આ ઘટનાની કરુણ યાદો દમણના ઇતિહાસમાં અંકિત છે.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ