પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકામા વરસાદે હવે વિરામ લીધો છે.ત્યારે વરસાદને કારણે શહેરા તાલુકામા આવેલા ગ્રામીણ વિસ્તારના કાચા માટીના મકાનો તેમજ પશુ બાધવાના કોઢની દિવાલો ધસારાઈ થયા છે. તાલુકાના બોરીયાવી ગામે વરસાદને કારણે 10 જેટલા કાચા મકાનોની દિવાલો ધરાશાઈ થઈ ગયા છે.
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકામા પાછલા દિવસોમા ભારે વરસાદ પડ્યો હતો. હાલમા વરસાદે વિરામ લેતાં કાચા મકાનો પડી જવાની ઘટનાં સામે આવી છે. સામાન્ય રીતે ગ્રામીણ વિસ્તારમા ગરીબ પરિવારના લોકોના મકાનો કાચા માટીના બનેલા હોય છે. પશુઓને બાંધવાના ગમાણ પર માટી તેમજ દેશી નળીયાથી બનાવેલા હોય છે. આ વખતે અનરાધાર બે દિવસ સુધી વરસાદ પડ્યો હતો,શહેરા તાલુકાના બોરીયાવી ગામે વરસાદને કારણે કાચા મકાનો ધરાસાઈ થયા હતા. જેમા ગામમા આવેલા ગુગલીયા ફળિયા, ઘુમરા ફળિયા, જગરાળી ફળિયા, જુના માજી સરપંચ ફળિયા, ખાંટ ફળિયામા મકાનોની દિવાલો ધરાસાઈ થતા મકાનોને વ્યાપક નુકશાન પહોચ્યુ હતુ.
પંચમહાલથી વિજયસિંહ સોલંકીનો રીપોર્ટ