વાપી તાલુકાના ડુંગરા ખાતે આવેલા ઇન્ડિયા ફનીચરની બાજુમાં આવેલા લાકડાના ગોડાઉનમાં આગ લાગી હતી. આગ લાગતા સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી. જેથી સમગ્ર ઘટનાની જાણ ફાયરની ટીમને કરતાં તેઓ ગણતરીના કલાકોમાં સ્થળ પર પહોંચી એક કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો.
![](https://www.thepov.in/wp-content/uploads/2024/08/IMG-20240830-WA0074-1024x768.jpg)
જોકે જોત જોતામાં આગે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતાં ગોડાઉનમાં મૂકવામાં આવેલા લાકડાનો માલ સામાન બળી ખાખ થઈ ગયો હતો. પરંતુ હજુ સુધી આગ લાગવાનું કારણ શું હતું તે અકબંધ જ રહ્યું હતું. આગ લાગતાં વાપી સેલવાસ રોડ પર ટ્રાફિક જામ સર્જાયો હતો.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ