મહીસાગર જિલ્લામાં હાલ ચોમાસાના કારણે રાત્રીના સમય દરમ્યાન ગાયો,આખલાઓ તથા અન્ય જાનવરો રોડ ઉપર બેસવાના કારણે રોડ ઉપર બેઠેલા પશુઓ વાહન ચાલકોને ધણીવાર નહીં દેખાવાના કારણે મોટા જીવલેણ અકસ્માત બનવાની શક્યતાઓ રહેલી હોય જેથી વાહન અકસ્માતના બનાવો બનતા અટકાવવા મહીસાગર જિલ્લા પોલીસ વિભાગની અનોખી પહેલ હાથ ધરવામાં આવી હતી.
મહિસાગર જિલ્લા પોલીસ વડા જયદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ રાત્રીના સમયે ટ્રાફિક પી.એસ.આઇ. એચ.બી. સિસોદિયા તેમજ જિલ્લા ટ્રાફિક શાખાના કર્મચારીઓ દ્વારા લુણાવાડા ટાઉનમાં લુણેશ્વર ચોકીથી વરધરી રોડ, ચાર કોશીયા રોડ, કોટેજ રોડ, ધોળી રોડ વગેરે વિસ્તારમાં રોડ ઉપર બેસેલ ગાયો, આખલાઓ બળદોના શિંગડા ઉપર રેડિયમ રિફલેકટર લગાવવામા આવ્યા.જેથી રાત્રીના સમયે વાહનચાલકોને અક્સ્માત થવાના ભયથી બચી શકે.
મહિસાગર ભીખાભાઇ ખાંટનો રીપોર્ટ