ગોધરા- આર એન્ડ બી વિભાગ દ્વારા ખરાબ થઈ ગયેલા રસ્તાઓની મરામત કરવાની કામગીરી શરૂ કરાઈગોધરા, સમગ્ર રાજ્ય સહિત પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિ બાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા, તાલુકા, શહેર અને ગામોને જોડતા નાના-મોટા રોડ/રસ્તાઓ ઉપર પાણી ભરાવાના કારણે રસ્તાઓને થયેલા નુકસાનને લીધે જાહેર નાગરિકોને મુશ્કેલી ભોગવવી ના પડે તે માટે સરકારશ્રી દ્વારા મળેલી સૂચના અનુસાર રિપેરિંગની કામગીરી તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવી છે.

પંચમહાલ જિલ્લામાં ક્ષતિગ્રસ્ત થયેલા તમામ નાના-મોટા રોડ, રસ્તાઓ માટે આર એન્ડ બી સ્ટેટ અને પંચાયત હસ્તકના રસ્તાઓની રિપેરિંગ, રિસરફેસિંગ, મેટલવર્ક કરી મોટરેબલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પંચમહાલ જિલ્લામાં મુખ્યત્વે ગોધરા,હાલોલ, કાલોલ,ઘોઘંબા અને શહેરા સહિતના તાલુકામાં ભારે વરસાદ તથા પાણી ભરાવાના કારણે કુલ ૨૨ જેટલા રસ્તાઓને અસર થઈ હતી, જેના પગલે યાતાયાતને પણ અસર થવા પામી હતી. વહીવટી તંત્ર દ્વારા આ રસ્તાઓને સત્વરે મરામત કરી મોટરરેબલ કરવા કામગીરી હાથ ધરાઈ છે. ૨૨ રસ્તાઓ પૈકી હાલ ૧૯ માર્ગો પર વાહનવ્યવહાર પૂર્વત થઈ ગયો છે. આ ઉપરાંત જ્યાં પાણી ભરાયા હતા, તે વિસ્તારોનું પાણી ઓસરતા ક્રમશઃ રિપેરિંગ તથા પેચવર્કની કામગીરી સત્વરે હાથ ધરાઈ છે.
પંચમહાલથી વિજયસિંહ સોલંકીનો રીપોર્ટ