ગુજરાતના તમામ જિલ્લાઓમાં મેઘરાજાએ તાંડવ મચાવતા અનેક ગામો અને શહેરોના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ રહ્યાં છે. ત્યારે ઉપરવાસમાં વરસાદે ધમધમાટી બોલાવતા વણાંકબોરી ડેમ ત્રીજીવાર ઓવરફ્લો થતો હોવાની જાણકારી મળી છે. કડાણા ડેમમાથી 1 લાખ ક્યુસેક પાણી અને પાનમ ડેમમાંથી 50 હજાર ક્યુસેક પાણી વણાંકબોરી ડેમમા છોડાતા, વણાંકબોરી ડેમની પાણીની સપાટી 221ને પાર કરી 230સે પહોચી ગઇ છે.જેને લઇ ઠાસરા, ગળતેશ્વર અને આણંદ જિલ્લામાં આવતાં નીચાણવાળા વિસ્તારોમાં રહેતાં ગામવાસીઓને સ્થળાંતર કરવા તેમજ સાવચેત રહેવાની સૂચનાઓ આપવામાં આવે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.
હાલ મહી નદી બે કાંઠે થતાં આજુબાજુના વિસ્તારમાં રહેતા ગામવાસીઓ પાણીની સપાટી જોવા વણાંકબોરી ડેમ પર જોવા આવી રહ્યા છે. ત્યારે જોવું રહ્યું કે ઉપરવાસમાં વધુ વરસાદ વરસશે તો રાત્રી દરમિયાન વણાંકબોરી ડેમમાંથી મહી નદીમાં 50 હજારથી 1 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવશે તેવું લાગી રહ્યું છે.
ગળતેશ્વરથી અરવિંદ રાવળનો રીપોર્ટ