વલસાડ જિલ્લા પોલીવડાની અધ્યક્ષતામાં હિન્દુ-મુસ્લિમ તહેવારોના સંદર્ભે શાંતિ સમિતિની બેઠક યોજાઇ

વાપી: આજે વલસાડ જિલ્લાના પોલીસ વડા ડૉ. કરણરાજ વાઘેલાની અધ્યક્ષતામાં વાપી ટાઉન અને જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. આ બેઠકમાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો, સમિતિના સભ્યો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા. આવનારા હિન્દુ અને મુસ્લિમ તહેવારોને ધ્યાનમાં રાખીને શાંતિપૂર્ણ અને સમરસતાના વાતાવરણમાં આ તહેવારોનું આયોજન કરવાની કવાયત કરવામાં આવી.

ડૉ. કરણરાજ વાઘેલાએ તમામ સભ્યોને ઉદ્દેશીને કહ્યું કે તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કાયમ રહે એ અત્યંત મહત્વનું છે. તેમણે શાંતિ જાળવવા માટે સમિતિના સભ્યોને સજાગ રહેવાની સલાહ આપી. તેમજ તમામ ધાર્મિક અને સામાજિક સંગઠનોને તેમની જવાબદારી સમજાવી જણાવ્યું હતું કે કોઈપણ જાતની ઉશ્કેરણી અથવા વિવાદ ટાળવા માટે સભાન રહેવું.આ બેઠકમાં ખાસ કરીને, હિન્દુ-મુસ્લિમ સમુદાયો વચ્ચેની એકતા અને ભાઈચારો જાળવવા માટે કેટલીક મહત્વપૂર્ણ ગાઈડલાઈન પણ આપવામાં આવી. સજ્જન શક્તિને ક્રિયાશીલ રાખવા અને સામાજિક મિડીયાની ઉપર નિયંત્રણ રાખવા, તહેવારોની ઉજવણી દરમિયાન શહેરમાં સઘન પોલીસ પેટ્રોલિંગ કરવાનું આયોજન કરાયું છે.પોલીસ વડાએ ઉમેર્યું કે, જો કોઈ અનિત્ય ઘટના સર્જાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા માટે લોકોને પ્રોત્સાહિત કરવામાં આવશે. અંતે શાંતિ સમિતિના સભ્યો અને નાગરિકોને તહેવારો દરમિયાન પરસ્પર પ્રેમ અને સદભાવના જાળવવાની અપીલ કરવામાં આવી હતી જેથી વાપી શહેરમાં હંમેશા શાંતિપૂર્ણ વાતાવરણ ટકાવી શકાય. આ બેઠકના અંતે વલસાડ જિલ્લા પોલીસવાળાએ શહેરની શાંતિ અને સલામતી માટે આપેલા સૂચનોને સૌએ આવકાર્યા અને તેમાં પોતાનો યોગદાન આપવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

વાપીથી આલમ શેખનો રીપોર્ટ

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *