જામકંડોરણામા આગામી દિવસોમાં હિન્દુ મુસ્લિમ તહેવારો માં શાંતિ અને સુલેહ સાથે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે એ હેતુથી શાંતિ સમિતિ મીટીંગ જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી, આગામી દિવસોમાં ગણેશ ઉત્સવ અને બારમી શરીફ જેવા હિન્દુ મુસ્લિમ ધર્મના પવિત્ર તહેવારો નજીકઆવી રહ્યા હોય જે અનુસંધાને કોમી વૈમનસ્ય ફેલાય નહીં એવા ઉમદા હેતુથી જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં સામાજિક આગેવાનોને બોલાવીને ડી.જે અને લાઈવ પ્રોગ્રામમાં ગીત વગાડવા કે ભાષણ કરવા નહીં બંન્ને કોમ વચ્ચે શાંતિ જળવાઈ રહે ભાઈચારો કેળવવા એવા પ્રયત્નો કરવા જેવી સૂચનાઓ જામકંડોરણાના પીએસઆઇ વીએમ ડોડીયાએ આપી હતી અને જ્યાં જરૂર પડે ત્યાં પોલીસ બંદોબસ્ત મુકવા માટે પોલીસનું ધ્યાન દોરવા જણાવ્યું હતું.
આગામી દિવસોમાં તારીખ 7 થી 17 ગણેશ ઉત્સવ અને 16 તારીખે ઉર્ષ હોવાથી આ મીટીંગ યોજાઈ હતી સોશ્યલ મીડિયાના પ્લેટફોર્મ પર આપત્તિ જનક પોસ્ટ વાયરલ ઉપર ખાસ ધ્યાન દેવું કોઈ વાંધાજનક પોસ્ટ વાયરલ કરે અને સામાજિક આગેવાનોની ધ્યાનમાં આવે તો તુંરત જ પોલીસને જણાવવા અપીલ કરી હતી જેથી કરીને એવા ઇસમો ઉપર કાયદાકીય કાર્યવાહી કરીને જામકંડોરણાની જનતા શાંતિથી તહેવારો મન મુકીને ઉજવણી કરી શકે તે માટે જામકંડોરણાના પીએસઆઇ વીએમ ડોડીયા અંતે એવું જણાવ્યું હતું. જામકંડોરણાના બજરંગ દળ પ્રમુખ અને માલધારી સમાજ આગેવાન નાજાભાઈ ભરવાડ, ખોડલધામ સમિતિના પ્રમુખ હિરેનભાઇ બાલધા, મુસ્લિમ સમાજના જુમ્માભાઈ કુરેશી હનીફભાઇ ઠેબા, હનીફભાઇ મચ્છીવાલા સહિત સામાજિક આગેવાનો આ બેઠકમાં હાજર રહ્યા હતા.
જામકંડોરણાથી પ્રવિણ દોંગાનો રીપોર્ટ