ગોધરાના મહેશભાઈ પરમારે નિઃશુલ્કપણે ઓમ સાંઈ ટ્યુશન ક્લાસીસ શરૂ કરી શિક્ષણનું મહત્વ સમજાવ્યું

ભૂતપુર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મ દિવસ છે. તેમની યાદમા શિક્ષક દિવસ તરીકે ઘોષિત કરવામા આવ્યો છે. દેશના ભાવિ ઘડતરમા શિક્ષકનો બહુ મુલ્ય ફાળો હોય છે. દેશના નાગરિકના ઘડતરમા પણ શિક્ષકની મોટી ભુમિકા હોય છે. શિક્ષકો શાળામા કે કોલેજોમા ભણાવીને વિધાર્થીઓનુ ઘડતર કરે છે.આજે એક અનોખા શિક્ષકની વાત કરવાના છીએ જેઓ નિઃશુલ્કપણે ઓમ સાંઈ ટ્યુશન ક્લાસ ચલાવી ગરીબ અને પછાત વર્ગના વિદ્યાર્થીઓને શિક્ષણ આપે છે.ગોધરા શહેરમા રહેતા મહેશભાઈ પરમાર તેઓ શાળામા કે કોલેજ ભણાવતા નથી,કે નથી બીએડ કે પીટીસીની કોઈ તાલીમ. છતાંપણ તેઓએ જાતે શૈક્ષણિક અભ્યાસક્રમ શીખીને તેઓ બાળકોનુ ઘડતર કરી રહ્યા છે.

ગોધરા શહેરના તીરગરવાસ વિસ્તારમા રહેતા મહેશભાઈ પરમાર ઓમ સાંઈ ટ્યુશન ક્લાસીસ ચલાવે છે. નવાઈની વાત એ છે તે આ ક્લાસમા આવતા વિદ્યાર્થીઓને વિના મૂલ્યે ભણાવે છે. આ વિશે મહેશભાઈ પરમાર સાથે વાત કરતા જણાવ્યું હતું કે કારમી મોંઘવારીમાં “ મધ્યમ વર્ગના બાળકો ટ્યુશન કલાસીસ કરી શકતાં નથી. તેથી અમે મફતમાં ઓમ સાંઈ ટ્યુશન ક્લાસીસ શરુ કર્યુ છે. અને અમે ભવિષ્યમા તેમને કોમ્યુટર શીખવાડવા તરફ કામ કરીશુ.ત્યારે શિક્ષકોને સંદેશ આપતા જણાવ્યું હતું કે બાળકોનો શિક્ષણનો પાયો મજબુત કરવો જોઈએ.જેથી પોતાનુ ભવિષ્ય ઉજ્જવળ બનાવી વિદ્યાર્થીઓ તે દિવસોને યાદ રાખે. શિક્ષણ સેવામા તેમનો પુત્ર કિર્તેશ પરમાર પણ સેવા આપે છે.ત્યારે તેમને જણાવ્યું હતું કે “હુ બીએડનો અભ્યાસ કરુ છુ. મારા પિતા એસએસસી સુધી ભણ્યા છે. અમે 2019થી આ સેવા શરુ કરી છે. એકથી બે કલાક સુધી શિક્ષણની સેવાઓ ગરીબ વર્ગના એટલે કે જેઓ પાસે ટ્યુશન જવાના પૈસા ન હોય તેવા બાળકોને અમે નિઃશુલ્ક સેવા આપીએ છીએ. જોકે પછાત વર્ગના બાળકો આગળ આવે તે માટે શિક્ષકોએ પ્રયત્નશિલ બનવું જોઈએ.જેથી તેઓ જીવનમા આગળ આવે, આમ ભરતભાઈ પરમાર સાચા અર્થમા શિક્ષણની સેવા કરી શિક્ષક ધર્મ નિભાવી અન્ય શિક્ષકો માટે પણ તેઓ પ્રેરણારુપ નીવડે છે.

પંચમહાલથી વિજયસિંહ સોલંકીનો રીપોર્ટ

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *