લાઇફ રેસ્ક્યુ ફાઉન્ડેશન અને પીપલ ફોર વોઇસલેસ ચેરીટેબલ ટ્રસ્ટ ની ટીમ દ્વારા વાપી તથા આસપાસ ના વિસ્તારોમાં રખડતા ગૌવંશ ને રેડિયમ કોલર બેલ્ટ પહેરાવ્યાં સમયથી સંસ્થાના સ્થાપક વર્ધમાન શાહ ને વાપી તથા આસપાસના વિસ્તારથી સોશિયલ મીડિયા મારફતે, સમાચાર કે ડાયરેકટ કૉલ અથવા મેસેજ મળતાં હોય છે જેમાં જણાવવામાં આવે છે કે ગૌવંશનું અકસ્માત થયો છે અને આવી પરિસ્થિત માં કા તો મનુષ્ય ગંભીર રીતે ઘાયલ થયેલો જણાય છે અને કા તો ગૌવંશ , અને ક્યારેક તો મૃત્યુ થયા ના પણ સમાચાર મળી આવતા હોય છે તેથી આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સંસ્થા તથા સંસ્થા ને મદદરૂપ થનાર આકાશ ભાઈ (કેપ્ટન મેન બૂટિક – ગુંજન) સાથે મળીને ૪૦૦ જેટલા રખડતા ગૌવંશ ને રેડિયમ કોલર બેલ્ટ પહેરવાનું નક્કી કર્યું હતું
. વર્ધમાન શાહ ના જણાવ્યા પ્રમાણે રખડતા ગૌવંશ ને ખાસ કરીને વરસાદ ની ઋતુ માં સડકો ઉપર વધારે બેસેલા જોવામાં આવે છે એનું મુખ્ય કારણ વર્ષા ઋતુમાં રસ્તાઓ સાફ હોય છે અને પાણીવાળી જગ્યાએ કે કીચડ – કાદવ વાડી જગ્યા માં માખી, મચ્છર કે અન્ય જીવજંતુ હોય છે જેનાથી બચવા તેઓ સડક નો સહારો લે છે અને આવા સમયે જો અંધારામાં ગૌવંશ બેઠું હોય તો વાહન સાથે અકસ્માત થવાના બનાવ વધી જાય છે, જોકે આ કોલર બેલ્ટ પહેરાવાથી 100 ટકા અકસ્માત રોકી શકાય એ શક્ય નથી પરંતુ બની સકે એટલા ઓછા અકસ્માત થવાની સંભાવના થઈ શકે, રેડિયમ કોલર બેલ્ટ બાંધવાથી ગૌવંશ જે રસ્તા માં બેઠા હોય કે ઊભા હોય (ખાસ કરીને ડાર્ક રંગના) તો દૂર થી જ લોકો ને વાહન ની લાઈટ દ્વારા કોલર બેલ્ટ રિફલેક્સન થતાં દેખાઈ જાય અને અકસ્માત થવાની ઘટના ઓછી થવાની સંભાવના બની રહે, સંસ્થાના લોકો દ્વારા હાથ જોડી ને અપીલ છે કે તેઓનો મુખ્ય ઉદ્દેશ આપની અને ગૌવંશ ની સુરક્ષા છે જેની માટે આ મહત્વપૂર્ણ કાર્ય રાત ભર જાગી જાગી અને ફરી ફરીને કરી રહ્યા છે તો તેમની મદદ માટે આગળ આવે અને આવા કાર્યમાં સહભાગી થાયવાહન ચલાવતી વખતે હેલ્મેટ અને શિટ બેલ્ટ જરૂર લગાવો જેથી સુરક્ષા બની રહે અને સ્પીડ માં થોડો કાબૂ રાખો જેથી તમારો કે કોઈપણ બીજાનો જીવ બચાવી શકાય
વાપીથી આલમ શેખનો રીપોર્ટ