યાત્રાધામ અંબાજી માતાનો મહિમા અપરંપાર છે. જેથી ગુજરાતભરના ભક્તો મા આંબાના દર્શને પગપાળા સંઘ બાઇક રેલી તેમજ બસ અને ગાડીઓમાં બેસીને ભાદરવી પૂનમના દર્શને આવતાં હોય છે. ત્યારે અંબાજીના ગબ્બર પર્વત ખાતે ફરીથી રીંછ દેખાતાં ભક્તોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા.
ભાદરવી મહાકુંભમાં ભક્તોની સુરક્ષા સામે સવાલ સવાલ ઊભો થયો છે.મોટી સંખ્યામા ભક્તો મોટી ગબ્બર ઉતરવાના રસ્તા ઉપર એકઠા થઇ ગયા હતા.શેષનાગની ગુફા થી ભૈરવજી મંદિર વચ્ચે રીંછના આંટાફેરા ચાલું રહ્યાં હતાં. છેલ્લા ચાર દિવસથી રીંછ આંટાફેરા મારતું હતું.ત્યારે 21 દિવસમાં ગબ્બર ખાતે ચાર વખત ગબ્બર પર અંધારામાં આંટાફેરા મારતું જોવા મળ્યું હતું. ભાદરવા પૂનમના મેળાનો માહોલ છે ત્યારે સતત ચોથી વાર રીંછ દેખાતા ભક્તોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે.
બનાસકાંઠાથી અશોક રણાવસિયાનો રીપોર્ટ